એજયુકેશન:પોલીટેક્નિકમાં બે વર્ષમાં 90 વિદ્યાર્થઓને પ્લેસમેન્ટ મળ્યું

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોકેમિકલ ટેક્નોલોજીના વિદ્યાર્થીને 4 લાખનું પેકેજ

મ.સ.યુનિ.ની પોલીટેક્નિકમાં 2 વર્ષમાં 90 વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓમાં પેકજ ઓફર થયું છે. પેટ્રોકેમિકલ ટેક્નોલોજી અભ્યાસ કરતા વિદ્યાર્થીને 4 લાખનું પેકેજ મળ્યું છે.પોલીટેક્નિકના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ડ્રાઇવ કરાઈ હતી. જેમાં 90 વિદ્યાર્થીને નોકરીની તક મળી છે.

સૌથી વધુ સેલેરી પેકેજ પેટ્રોકેમિકલ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નાયરા જામનગર ખાતે 4 લાખનું પેકેજ મળ્યું હતું. 3 વિદ્યાર્થીને ઇલેક્ટ્રિકની કંપનીએ 3.75 લાખના પેકેજની ઓફર કરી હતી. બલ્યુ સ્ટાર દ્વારા એક વિદ્યાર્થીને 3.60 લાખના પગારની નોકરી ઓફર કરી હતી. તેવી રીતે પેટ્રોકેમિકલ્સ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ, મિકેનીકેલ એન્જીનયરીંગ, સિવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને 2.40 લાખથી લઇને 3 લાખ કરતા વધારેના પેકેજની ઓફર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...