સીએસનું પરિણામ જાહેર:9 વિદ્યાર્થીએ સીએસ પ્રોફેશનલની પરીક્ષાનો કોઠો ભેદયો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ઝિકયુટિવ પરીક્ષામાં જૂના કોર્સમાં 15 વિદ્યાર્થીઓ પાસ થયા

કંપની સેક્રટરીના એકઝયુકેટીવ અને પ્રોફેશનલ કોર્સનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરા ચેપ્ટર ઓફ કંપની સેક્રટરીએ જણાવ્યું હતું કે 9 વિદ્યાર્થીઓ પ્રોફેશનલની પરીક્ષા કલીયર કરી છે. પ્રોફેશનલમાં મોડયુલ 1 માં 20,મોડયુલ 2 માં 7,મોડયુલ 3માં 11,મોડયુલ 1 અને 3 માં 3,મોડયુલ,1 અને 2 માં 3,મોડયુલ 2 અને 4 માં 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જયારે એક્ઝીકયુટીવ પરીક્ષામાં જૂના કોર્સમાં મોડયુલ 1 માં 8,મોડયુલ 2 માં 3 નવા કોર્સમાં મોડયુલ 1 માં 25,મોડયુલ 2 માં 15 વિદ્યાર્થીઓ પાસ થયા છે. કોરોના કાળમાં પરીક્ષા કેન્સલ થઇ હોવા છતાં હિંમત હાર્યા વિના સફળતા પ્રાપ્ત કરી હતી.

મને લોકો કહેતા હતા કે નહિ કરી શકે
માત્ર 21 વર્ષની વયમાં જ મેં સીએસ પૂરું કરી દીધું છે હું યંગેસ્ટ સીએસ થયો છું. મારા પરિવારમાં સીએસ કરનાર પ્રથમ વ્યકતિ છું. મને પણ લોકો કહેતા હતા કે સીએસ અઘરું છે નહિ કરી શકાય છોડી દે પરંતુ પોતાના પર વિશ્વાસ રાખો તો બધું કરી શકાશે. લક્ષ સતત નજર સામે રાખ્યું હતું.

અધવચ્ચેથી અભ્યાસ કયારેય ન છોડો
હું જામનગરથી આવું છું મારા માતા પિતા ધો.7 પાસ છે પરિવારમાં ધો.10 થી આગળ અભ્યાસ કરનાર હું પ્રથમ વ્યક્તિ છું. મેં બીકોમ,એલએલબી કર્યું છે અને સીએસ થયો છું. પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓને હું કહીશ કે તેઓ અધવચ્ચેથી અભ્યાસ છોડવા માંગતા હોય તો ના છોડે, લક્ષ્ય સુધી પ્રયાસ કરો.

રૂમમાં મોટિવેશનલ કવોટ લખતી હતી
ત્રણ ચાર એટેમ્પટ પછી એક તબક્કે હું નાસીપાસ થઇ હતી. જોકે તેમ છતાં હિંમત હારી ના હતી. કોરોના સમયે પરીક્ષા થશે કે નહિ તે વિશે ચિંતા થતી પરીક્ષા સતત કેન્સલ થઇ રહી હતી. સફળ થવા મોટીવેશનલ વિડિયો જોતી મારા રૂમમાં રાખેલા બોર્ડ પર મોટીવેશનલ કોટ લખતી જેથી નવી ઉર્જા પ્રાપ્ત થતી હતી.

અન્ય સમાચારો પણ છે...