તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સફર:વડોદરા શહેરના 9 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પોલીસ અધિકારીઓની બદલી કરી દેવાઈ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ક્રાઇમ બ્રાન્ચમાંથી સાગમટે 37 પોલીસ કર્મીઓની બદલી કરી તેમના મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા

વડોદરા શહેર પોલીસમાં બદલીઓનો સીલસીલો ચાલુ છે. ત્યારે આજે શહેરના 9 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સપેકટરની એક સામટી આંતરિક બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચમાંથી સાગમટે 37 પોલીસ કર્મીઓની બદલી કરી તેમના મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા. ત્યાર બાદ હવે શહેરના 9 પોલીસ ઇન્સપેકટરની બદલી કરી દેવામાં આવી છે.

આટલા અધિકારીઓની બદલી કરાઈ
જેમાં શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સપેકટર એસ.જી સોલંકીની એસ.ઓ.જી (સ્પેશ્યલ ઓપરેશન ગૃપ)માં બદલી કરી દેવાય છે. જ્યારે એસ.ઓ.જી પી.આઇ વી.બી આલની સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર તરીકે મુકવામાં આવ્યાં છે. એસ.ઓજીના વધુ એક પી.આઇ એન.એચ બ્રહ્મભટ્ટ જેઓ અગાઉ લાયસન્સ બ્રાનચમાંથી એસ.ઓ.જીમાં બદલી કરાઇ હતી. તેમણે ફરી એક વખત લાયસન્સ બ્રાન્ચમાં લઇ જવામાં આવ્યાં છે.

શહેરમાં 9 પોલીસ અધિકારીઓની બદલી કરી દેવાઈ
શહેરમાં 9 પોલીસ અધિકારીઓની બદલી કરી દેવાઈ

જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર વી.આર ખેરની ડી.સી.બીમાં બદલી કરાઇ છે. હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ આ.એસ. બારીયાની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે. મીસીંગ સેલના વી. કે દેસાઇની હરણી પોલીસ સ્ટેશનમાં અને છાણી પી.આઇ આ.એસ ડોડાને ટ્રાફિક શાખામાં મોકલી દેવામાં આવ્યાં છે. તેમજ કારેલીબાગ સેકન્ડ પી.આઇ આર.ડી મકવાણાની છાણી પોલીસ સ્ટેશન ખાતે હદલી કરાઇ છે. લીવ રીઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાંથી પી.આઇ બી.જી ચેતરીયાની જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો