અધવચ્ચે લિફ્ટ ખોટકાઇ:સમાની હોસ્પિટલની લિફ્ટમાં વૃદ્ધ સહિત 9 લોકો 30 મિનિટ ફસાયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ક્ષમતાથી વધુ લોકો બેસતાં અધવચ્ચે લિફ્ટ ખોટકાઇ ગઇ
  • ફાયરબ્રિગેડના લાશ્કરોએ તમામને બહાર કાઢતાં હાશકારો

શહેરના સમાસાવલી રોડ પર આવેલી હોસ્પિટલમાં લિફ્ટની ક્ષમતા કરતા વધુ માણસો લિફ્ટમાં બેસી જતા લીફ્ટ ખોટકાઇ હતી. 30 મિનીટ સુધી લોકો ફસાયા હતાં. જેમને કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોસ્પિટલના બીજા માળે 9 માણસો લિફ્ટમાં ફસાયા હોવાની માહિતી મળતાં તેમને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડમાં ફોન કરનાર દર્દીના સંબંધી દ્વારા જાણવા મળ્યા મુજબ ચાવી શોધવામાં જ 20 મિનિટ જેટલો સમય વેડફાયો હતો. જેને પગલે લિફ્ટની અંદર રહેલા લોકો ગભરાયા હતા.

આખરે ફાયર બ્રિગેડ દ્વારા તેમને બહાર કઢાવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જણાવ્યા મુજબ લિફ્ટની ક્ષમતા સાત લોકોની હતી, સિક્યુરિટી વાળાએ ના કહેવા છતાં નવ લોકો લિફ્ટમાં બેસી જતા લિફ્ટ ખોટ કઈ હતી. ઉલ્લેખનીય છે કે લિફ્ટમાં મહિલાઓ અને 70 વર્ષ ઉપરાંતના વૃદ્ધ પણ ફસાયા હતા. તમામ પરસેવે રેબઝેબ થયા હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...