કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં નવા 9 કેસ, વધુ 4 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 52 થઈ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 36 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં​ નવા 9 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,238 પર પહોંચી ગઇ છે. વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,429 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 52 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 36 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં સમા, ગોરવા, દિવાળીપુરા, સુભાનપુરા, ગોત્રી, ભાયલી અને નવીધરતી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં 8 અને ઉત્તર ઝોનમાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...