તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મેદાનમાં કારમાં દારૂની પાર્ટી કરતાં 9 ખેડૂત ઝબ્બે, સુરતથી લગ્ન પ્રસંગમાં વડોદરા આવ્યા હતા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • સમા-સાવલી રોડ પર બાતમીથી પોલીસ દરોડા

શહેરના સમા-સાવલી રોડ પર લીલેરિયા એપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં કારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી નશાની હાલતમાં 9 શખ્સોની અટકાયત કરી હતી. લીલેરિયા એપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં 2 કાર પાર્ક કરી છે અને તેમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે, તેવી બાતમીથી પોલીસે દરોડો પાડતાં દારૂડિયાઓમાં નાસભાગ મચી હતી.

સમા પોલીસે ઓલપાડ તાલુકાના સરોલી ગામના પ્રમોદ ઘેલાભાઈ પટેલ, અનિલકુમાર જશવંતભાઈ પટેલ, રાજેશ રામભાઈ પટેલ, હિરેનકુમાર સંતુભાઈ પટેલ, નિરંજન જયંતીભાઈ પટેલ, દલસુખ મનસુખભાઇ પટેલ, જયંત ભગવતીભાઈ પટેલ, જનક ગણપતભાઈ પટેલ, જયેશ બળવંતભાઈ પટેલને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની બોટલ મળતાં પોલીસે તમામની અટકાયત કરી હતી. પોલીસે 2 કાર સહિત કુલ રૂ. 7 લાખની મતા જપ્ત કરી હતી. પોલીસ અનુસાર તમામ લોકો ખેડૂત છે, તેઓ વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો