તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 9 Committees Of Vadodara District Received 50 50 Thousand Prizes For Noble Work Under Mukhyamantri Mahila Pani Samiti Protsahan Yojana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓની સિદ્ધિ:મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ ઉમદા કામગીરી માટે વડોદરા જિલ્લાની 9 સમિતિને 50-50 હજારના પુરસ્કાર મળ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રોત્સાહન રકમના ચેક અર્પણ કર્યાં હતા - Divya Bhaskar
કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રોત્સાહન રકમના ચેક અર્પણ કર્યાં હતા
 • વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રોત્સાહન રકમના ચેક અર્પણ કર્યાં

વડોદરા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ-વાસ્મો સંચાલિત મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ 2020-21ના વર્ષમાં ઉમદા કામગીરીનો દાખલો બેસાડનારી જિલ્લાના ગામોની મહિલા પાણી સમિતિઓને પ્રોત્સાહન રાશિના ચેક કલેક્ટરે અર્પણ કર્યાં હતાં. આ યોજનાનો આશય ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓના સંચાલનમાં ગામની જ મહિલાઓની સહભાગીદારી વધારવા અને શ્રેષ્ઠ સંચાલન માટે તેમને પ્રેરિત કરવાનો છે.

પાણીની વ્યવસ્થામાં નારી શક્તિને કોઇ ના પહોંચેઃ કલેક્ટર
મહિલાઓની પ્રબંધન ક્ષમતા દરેક ક્ષેત્રમાં બેજોડ હોય છે અને તેમાં પણ અનેકવિધ સામાજિક અને અન્ય જવાબદારીઓ વચ્ચે ઘરની અને પાણીની વ્યવસ્થામાં નારીશક્તિને કોઈ ના પહોંચે એવી લાગણી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વ્યકત કરી હતી.

9 ગામોની મહિલા પાણી પુરવઠા સમિતિઓની ઉત્તમ કામગીરી
વડોદરા જિલ્લાના 9 ગામોની મહિલા પાણી પુરવઠા સમિતિઓ તેમની ઉત્તમ કામગીરીને આધારે આ પ્રોત્સાહન રકમને પાત્ર ઠરી છે. આ પ્રત્યેક સમિતિને યોજના હેઠળ 50 હજાર રૂપિયાની રકમ મળવાપાત્ર છે. આ 9 પૈકી 4 સમિતિઓ તો શિનોર તાલુકાની છે.

મહિલાઓ બેસ્ટ વોટર મેનેજર છે
ગામની પાણી વ્યવસ્થાની ઉમદા કામગીરી દ્વારા મહિલાઓ બેસ્ટ વોટર મેનેજર છે, તેનો પુરાવો આપનારી વિજેતા સમિતિઓમાં શિનોર તાલુકાના દામાપુર, નાના કરાળા, કુકસ અને અવાખલ, કરજણ તાલુકાની પૂરા અને હલધરવા, સાવલી તાલુકાની નહારા અને કુણપાડ અને વાઘોડિયા તાલુકાના અસોજની મહિલા પાણી સમિતિઓનો સમાવેશ થાય છે.

ગ્રામીણ પાણી સમિતિએ પંચાયતની સમિતિઓ પૈકી અગત્યની સમિતિ છે
જેમાં સદસ્યોની 70 ટકાથી વધુ સંખ્યા મહિલાઓની હોય એવી ગ્રામીણ પાણી સમિતિઓને મહિલા પાણી સમિતિ ગણવામાં આવે છે. યાદ રહે કે, ગ્રામીણ પાણી સમિતિએ પંચાયતની સમિતિઓ પૈકી અતિ અગત્યની સમિતિ છે. વડોદરા જિલ્લા કલેક્ટરે ઉમદા કામગીરી કરનારી આ સમિતિઓને અન્ય ગામો માટે પ્રેરક ગણાવી હતી.

કલેક્ટરે પાણી પુરવઠા પ્રબંધનનું એક શ્રેષ્ઠ મોડેલ પ્રસ્તુત કર્યું
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે, વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પંચ જળ સેતુ આયોજન દ્વારા જિલ્લાના પાણી પુરવઠા પ્રબંધનનું એક શ્રેષ્ઠ મોડેલ પ્રસ્તુત કર્યું છે, જે જળ વ્યવસ્થાપનમાં નારી શક્તિની મહારતનો સબળ પુરાવો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો