થર્ટી ફર્સ્ટની રાત્રીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ સજ્જ થઈ હતી, છતાં 89 પીધેલા પકડાયા હતા અને 74 જણાની દારૂ સાથે ધરપકડ કરાઈ હતી. 55 પોલીસ પોઈન્ટ પર શંકાસ્પદ 3 હજાર લોકોની ચકાસણી કરવામાં આવી હતી.
નવા વર્ષની ઉજવણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ જવાનો, 4 હજાર હોમગાર્ડ જવાન, એસઆરપીની ટુકડી તમામ ગતિવિધિ પર બાજ નજર રાખી હતી. સીસીટીવી સર્વેલન્સ, બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ, બ્રેથ એનેલાઈઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે 11 ચેકપોસ્ટ, 55 ચેકિંગ પોઈન્ટ અને મોબાઈલ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. દરમિયાન શંકાસ્પદ 3 હજાર લોકોનું ચેકિંગ કરાયું હતું, જે પૈકી 31મી ડિસેમ્બરે રાતના 12 વાગ્યા પહેલાં 33 પીધેલા પકડાયા હતા અને 37 જણ દારૂ સાથે ઝડપાયા હતા, જ્યારે રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પીધેલા 56 અને દારૂ સાથેના 37 જણા ઝડપાયા હતા.
લિસ્ટેડ બૂટલેગરને ત્યાં પણ તપાસ
31મી ડિસેમ્બરેે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરતા હોય છે, પરંતુ પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. આ પ્રકારની અસામાજિક પ્રવૃતિ ન થાય તે માટે પોલીસે 5 જાન્યુઆરી સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું છે. જે હેઠળ લિસ્ટેડ બૂટલેગરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.