તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:ફાઇન આર્ટસના 87 વિદ્યાર્થીને મૃણાલિની મુખરજી ફાઉન્ડેશનની 8.7 લાખની મદદ

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક

MSUની ફાઇન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થિની અને જાણીતા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ મૃણાલિની મુખરજીના પરિવારજનોએ કોરોનાને લીધે ફેકલ્ટીના પેઇન્ટિંગ, સ્કલ્પચર, એપ્લાઇડ આર્ટસ, આર્ટ હિસ્ટરી અને ગ્રાફિક આર્ટસ અને મ્યુઝિયોલોજીના 87 વિદ્યાર્થીઓને દરેકને રૂ.10 હજારની પ્રોત્સાહક મદદ આપવામાં આવી છે. મૃણાલિની મુખરજી 1966થી 1971 દરમિયાન ફેકલ્ટીમાં વિદ્યાર્થિની રહ્યાં હતા. તેમનું નિધન 2015માં ફેબ્રુઆરી મહિનામાં થયું હતું.

છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાની સ્થિતિને લીધે આર્ટિસ્ટ વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. તેને ધ્યાનમાં રાખીને મૃણાલિની મુખરજી ફાઉન્ડેશનના માધ્યમથી આ વિદ્યાર્થીઓને મદદ આપવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં આ રીતે કોઇ પૂર્વ વિદ્યાર્થિના પરિવાર દ્વારા એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓને આ રીતે પહેલીવાર મદદ કરવામાં આવી છે એમ ફેકલ્ટી ડીન પ્રો. વિજય બાગોડીએ જણાવ્યું હતું. ‘આ બાબત અનેક પૂર્વ વિદ્યાર્થીઓ માટે અને હાલના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બનશે.’

મૃણાલિની મુખરજી શણ, દોરી ,લાકડા અને છાણમાંથી આકર્ષક શિલ્પો બનાવતા હતા
મૃણાલિની મુખરજી શાંતિનિકેતનના આદ્ય સ્થાપકો પૈકીના એક બિનોદ બિહારીના પુત્રી હતા. એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં પહેલા ત્રણ વર્ષ પેઇન્ટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ પોસ્ટ ડિપ્લોમા ઇન મ્યુરલ ડિઝાઇનના કોર્સમાં પ્રો. કે.જી સુબ્રમણ્યન સરના માર્ગદર્શન નીચે શિલ્પશાસ્ત્ર શીખ્યા હતા. તેઓ શણ, દોરી અને લાકડા તથા ગાયના છાણનો ઉપયોગ કરીને નવતર પ્રકારના શિલ્પો બનાવતા હતા. મૃણાલિની મુખરજીના વિશિષ્ટ શિલ્પો નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન વર્ક, સ્ટેટલિક મ્યુઝિયમ એમસ્ટર્ડેમ અને ઓક્સફર્ડના મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો