કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે એક જ દિવસમાં કોરોનાના કેસ 1 હજાર પાર, ત્રીજી લહેરમાં પહેલીવાર નવા 1047 કેસ નોંધાયા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 2711 એક્ટિવ દર્દીઓ છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે કોરોનાના કેસ એક હજારને પાર થઇ ગયા છે. આજે નવા 1047 કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં ગઇકાલે 11099 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 862 કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાનો પોઝિટિવિટી રેટ વધીને 8.2 ટકા થઇ ગયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 77,384 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 221 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 73,224 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

ભાજપના MLA અક્ષય પટેલ સહિત પરિવારના 3 સભ્ય સંક્રમિત
વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તેમની પત્ની અને પુત્રી સંક્રમિત થયા છે. આ પહેલા તેમના પુત્ર અને પુત્રવધૂ પણ સંક્રમિત થયા હતા. આ ઉપરાંત કોરોના સંક્રમિત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યોગેશ પટેલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, યોગેશ પટેલની તબિયત સારી છે, પરંતુ, ઘર કરતા હોસ્પિટલમાં આરામ વધુ મળે એટલા માટે જ દાખલ કરવામાં આવ્યા છે.

2454 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 3537 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 3367 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 170 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 18 દર્દીઓ આઇસીયુમાં અને 69 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 3426 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 230, પશ્ચિમ ઝોનમાં 253, ઉત્તર ઝોનમાં 231 અને દક્ષિણ ઝોનમાં 236 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 97 કેસ નોંધાયા હતા.

રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટેસ્ટિંગ થતું નથી
વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના 50 હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે, બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ, ત્રીજી શરૂ થયા બાદ હજી રેલવે સ્ટેશન- અને એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની 1200 બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.

અન્ય સમાચારો પણ છે...