દારૂની હેરાફેરી:ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા વડોદરા પાસે 3 સ્થળો પરથી 8.50 લાખનો દારૂ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
પોલીસે ફરાર થઇ ગયેલા 4 વ્યક્તિઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
  • પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને કાર્યવાહી હાથ ધરી

31 ડિસ્ટેમ્બર અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિદેશી દારૂનો ઉપયોગ થાય તે પૂર્વે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ અને વરણામા પોલીસે રૂપિયા 8.50 લાખથી વધુના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી હતી અને ફરાર થઇ ગયેલા 4 વ્યક્તિઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ટેમ્પોમાં દારૂ લઇ જવાતો હોવાની બાતમી મળી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એમ. રાઠોડે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ ઇન્ચાર્જ પોલીસ વડા એમ.એસ. ભરાડાએ દારૂ કેસો શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખવા માટે સૂચના આપી છે. પરિણામે ગુરૂવારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સાવલી પોલીસ મથકની હદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઇ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, ચાંપાનેર ફાટક પાસેથી એક ટેમ્પોમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો છે.

પોલીસે બે આરોપીની ધરપકડ કરી
પોલીસે બે આરોપીની ધરપકડ કરી

પોલીસે દારૂ સાથે એકની ધરપકડ કરી
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ તુરંત જ એલર્ટ થઇ ગઇ હતી અને પસાર થઇ રહેલા ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતા રૂપિયા 3,21,600 ની કિંમતની દારૂની 1020 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ કબજે કરવા સાથે ટેમ્પો ચાલક લક્ષ્મણ ભગારામ રબારી (રહે. આમેઠ ગામ-રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તે સાથે પોલીસે મોબાઇલ ફોન અને ટેમ્પો મળીને કુલ રૂપિયા 5,22,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે લક્ષ્મણ રબારીની પૂછપરછ કરતા આ દારૂ ઉદેપુરના રાજુ લુહારે મોકલાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સાંસરોદ પાસે દારૂ સાથે એક ઝડપાયો
આ ઉપરાંત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વહેલી સવારે કરજણ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે ઉપર સાંસરોદ ગામની સીમમાં આવેલી સ્વાજી ઇન હોટલથી ભરૂચ તરફ જતા રોડ ઉપર બે વ્યક્તિ દારૂ લઇને ઉભા છે. પોલીસ સ્થળ પર પહોંચી પૂછતાછ કરી રહી હતી. તે સમયે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. જ્યારે પ્રવિણ ઉર્ફ પ્રિન્સ ગણેશલાલ ડાંગી (રહે. ફેરોનીયો કા ગુડા-રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી રૂપિયા 86,400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા પ્રવિણ ઉર્ફ પ્રિન્સને ફરાર થઇ ગયેલા શખ્સનું નામ પૂછતા તેણે નરેશ મેઘવાલ (રહે. સીપાલા-રાજસ્થાન)નું હોવાનું જણાવ્યું હતું. એલ.સી.બી.એ આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા પાસે 3 સ્થળો પરથી 8.50 લાખનો દારૂ ઝડપા
વડોદરા પાસે 3 સ્થળો પરથી 8.50 લાખનો દારૂ ઝડપા

દારૂ પકડાયો પણ બે આરોપી ફરાર
આ સાથે વરણામા પોલીસે વડોદરાના સોમતલાવ બ્રિજ નીચે ઝૂડપપટ્ટીમાં રહેતા જીતેન્દ્ર જેસીંગરાવ પાટોડેને રૂપિયા 1,56,600ની કિંમતના વિદેશી દારૂ સાથે શંકરપુરા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના બે ફરાર થઇ ગયેલા સાગરીતો ઇમ્તીયાઝ મહિડા (રહે. સોમાતલાવ, વડોદરા) અને જીતેન્દ્ર ચંદ્રકાંત પરીખ (રહે. સી-167, સિલ્વરલીફ સોસાયટી, સોમાતલાવ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હતા. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક પણ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...