તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 850 Employees Of Vadodara Company Celebrate Environment Day Every Day, Employees Plant One Tree In The Company And Another At Home On Their Birthday

પર્યાવરણ બચાવવાની પહેલ:વડોદરાની કંપનીના 850 કર્મચારી રોજેરોજ પર્યાવરણ દિવસ ઊજવે છે, કર્મચારીઓ પોતાના જન્મદિવસે એક વૃક્ષ કંપનીમાં અને બીજું ઘરે રોપે છે

વડોદરા10 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • પર્યાવરણ બચાવવાના આશય સાથે 3 વર્ષ પહેલાં કંપનીના ડાયરેક્ટર્સને વૃક્ષો વાવવાનો વિચાર આવ્યો હતો
  • કર્મચારીઓ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે તો મનાવે જ છે, પરંતુ, એ દિવસે તેઓ ખાસ કંપનીમાં આવે છે
  • બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે

વિશ્વભરમાં આજે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે. અત્યારસુધી લોકો પર્યાવરણના દિવસે વૃક્ષો વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે, પરંતુ વડોદરા નજીક આવેલી એક-એક કંપનીના કર્મચારીઓ રોજેરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કંપનીમાં નોકરી કરતા જે કર્મચારીનો જન્મદિવસ હોય તે કર્મચારી કંપનીના કમ્પાઉન્ડમાં એક વૃક્ષ અને બીજું વૃક્ષ પોતાના ઘરઆંગણે લગાવીને પોતાનો જન્મદિવસ મનાવવા સાથે પર્યાવરણ દિવસ મનાવી રહ્યો છે. આમ, આ કંપનીમાં 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે.

850 કર્મચારીને પર્યાવરણના જતન માટે સાથે સીધા જોડવામાં આવ્યા
વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં આવેલી ઈન્ડો એમાઇન્સ કંપની અનોખી રીતે છેલ્લાં ત્રણ વર્ષથી વર્ષના 365 દિવસ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર કરી રહી છે અને આ અભિયાનમાં ટુંડાવ અને મહારાષ્ટ્રના ડોમ્બિવલી પ્લાન્ટના 850 કર્મચારીને પર્યાવરણના જતન માટે સાથે સીધા જોડવામાં આવ્યા છે. આ કંપનીના કર્મચારીઓ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે તો મનાવે જ છે, પરંતુ એ દિવસે ખાસ કંપનીમાં આવે છે અને ત્યાં આવી બે વૃક્ષો રોપીને પર્યાવરણ સાથે પોતાનો જન્મદિવસ મનાવે છે. આ અનોખી પહેલમાં કંપનીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહે છે. બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

કંપની અનોખી રીતે છેલ્લાં ત્રણ વર્ષથી 365 દિવસ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર કરી રહી છે.
કંપની અનોખી રીતે છેલ્લાં ત્રણ વર્ષથી 365 દિવસ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર કરી રહી છે.

જે કર્મચારીનો જન્મદિવસ હોય એ દિવસે તેને કંપની બે વૃક્ષ ભેટ આપે છે
ત્રણ વર્ષ પહેલાં આ વિચાર ઈન્ડો એમાઇન્સ કંપનીના ડાયરેક્ટર્સ વિજય પાલકર અને રાહુલ પાલકરને આવ્યો હતો અને તેમણે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા વૃક્ષોનું વાવેતર કરવા માટે પોતાની ટુંડાવ અને મહારાષ્ટ્રમાં આવેલી કંપનીના 850 કર્મચારીને અભિયાનમાં જોડ્યા હતા અને રોજેરોજ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છે. કંપની દ્વારા જે કર્મચારીનો જન્મદિવસ હોય એ દિવસે તેમને બે વૃક્ષ ભેટ આપવામાં આવે છે. જે બે વૃક્ષની ભેટમાંથી એક વૃક્ષ કર્મચારી કંપનીની જગ્યામાં લગાવે છે અને બીજું વૃક્ષ પોતાના ઘરઆંગણે લગાવે છે.

કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે.
કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે.

પર્યાવરણપ્રેમીઓને 11 હજાર વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે
ટુંડાવમાં આવેલી કંપનીના વર્કિંગ ડાયરેક્ટર કેયૂર ચિત્રેએ જણાવે છે, હાલ દેશ કોવિડ-19ના સંકટનો સામનો કરી રહ્યો છે. પર્યાવરણ દિવસને લઇને કોઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી, કારણ કે અમારી કંપની દ્વારા 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેથી અમારી કંપની દ્વારા સ્થાનિક વિસ્તારો સહિત વૃક્ષો વાવેતરમાં કાર્યરત અનેક સ્વયં સેવી સંસ્થાઓ અને વ્યક્તિગત પર્યાવરણપ્રેમીઓને 11 હજાર જેટલા વિવિધ વૃક્ષો વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે. જેમાં ટુંડાવ, રાણિયા, ગોઠડા સહિત 25 ગામોનાં સરપંચોને ગામદીઠ 100 વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.

બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે.
બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

આસપાસનાં ગામોની મહિલાઓને 1100 લીંબુના છોડ અપાશે
કોરોનાની મહામારીમાં વિટામીન-સી માટે લીંબુની માગમાં વધારો થયો હતો. એ જોતાં કંપની દ્વારા આસપાસનાં ગામોની મહિલાઓને 1100 લીંબુના છોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના ઘરઆંગણે લીંબુનો છોડ વાવીને તેઓ પણ પર્યાવરણની ઉજવણીમાં સહભાગી બનશે.

અન્ય સમાચારો પણ છે...