તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી:બાળકો માટે 50 વેન્ટિલેટર ICU સાથે 848 બેડની વ્યવસ્થા કરાશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગે સંભવિત લહેર અંગે રિપોર્ટ તૈયાર કર્યો

કોરોનાની ત્રીજી આવવાના ભણકારા દેશભરમાં શરૂ થયા છે ત્યારે વડોદરામાં તેના માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવાઈ છે. તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. ખાસ કરીને બાળકો માટે ત્રીજી લહેર ચિંતાજનક હોવાથી આરોગ્ય વિભાગે બાળકો માટે વેન્ટિલેટર સાથેના 50 આઇસીયુ બેડ સહિત 848 બેડની વ્યવસ્થા પર ભાર મૂક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની પ્રથમ લહેર ગત વર્ષે માર્ચ મહિનામાં શરૂ થઈ હતી અને એના માટે આરોગ્ય વિભાગ દ્વારા 6000 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં સપ્ટેમ્બર 2020માં એક દિવસમાં સૌથી વધુ 3300 બેડ ભરાયા હતા. જ્યારે બીજી લહેર ચાલુ વર્ષે મહાશિવરાત્રી બાદ શરૂ થઈ હતી અને તેમાં 14,078 બેડની સામે 11,084 બેડ એક દિવસમાં ભરાયા હતા. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો છે.

હાલમાં કોરોના ના કેસો સિંગલ ડીઝિટમાં આવી ગયા છે અને એકલદોકલ વિસ્તારમાં દરરોજ કોરોના થી ડ્રોના કે આરોગ્ય વિભાગને મળી રહ્યા છે.જોકે, ફરી એક વખત સપ્ટેમ્બર મહિનામાં કોરોના ની ત્રીજી રહે આવવાના અણસાર વર્તાઇ રહ્યા છે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 45000 કેસ અને છેલ્લા પાંચ દિવસમાં દોઢ લાખ કે કોરોનાના નવા કેસ મળ્યા છે.

વડોદરામાં વેકસીનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે અને પ્રથમ ડોઝ 94 % લોકો એ અને બીજો ડોઝ 42% લોકોએ લીધો છે.જોકે, બાળકો માટે હજી રસી આપવાનું શરૂ થયું નથી ત્યારે ત્રીજી લહર બાળકો માટે ચિંતાજનક હોવાનું આરોગ્ય તંત્ર રહ્યું છે અને તેના માટે અત્યારથી જ એકશન પ્લાન બનાવી દીધો છે.જેમાં સ્પેશિયાલિસ્ટ થી લઈને ચોથા વર્ગના કર્મચારીઓ ની સંખ્યા વધારવામાં આવી છે અને બાળકોના સ્પેશ્યાલીસ્ટ એવા પીડીયાટ્રીક ક્લિનિક મેનેજમેન્ટ પર વિશેષ નજર રાખવામાં આવશે.

આવી છે તૈયારીઓ : RTPCR ટેસ્ટ માટે લેબોરેટરીની સંખ્યા 11થી વધારી 27 કરાશે
1 દોઢ વર્ષમાં આરોગ્ય વિભાગ વડોદરામાં ૧૪ લાખથી વધુ કોરોના ટેસ્ટ કર્યા હતા અને તેમાંથી લગભગ 72 હજાર જેટલા પોઝિટિવ કેસ મળ્યા હતા. આ સંજોગોમાં દરરોજ સરેરાશ 4259 કે થતા હતા પણ ત્રીજા વેવમાં દરરોજ 8500 ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
2 ડોર ટુ ડોર સર્વેલન્સ માટે 825 ટીમ તૈયાર રાખવામાં આવી છે.આર ટી પી સી આર ટેસ્ટ માટે અત્યાર સુધી 11 લેબોરેટરી પર આધાર રાખવામાં આવ્યો હતો તેમાં 16નો વધારો કરી 27 કરવામાં આવશે
3 કોરોનાના નિયમોનું પાલન થાય અને દુકાનો સહિતના જાહેર સ્થળોએ ભીડ ન થાય તે ધ્યાન રાખવા માટે વોર્ડ દીઠ 2 જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ ફરીથી એકટીવ કરવામાં આવશે.
4 ધન્વંતરિ રથ થકી અગાઉ રોજ સરેરાશ 6500 થી 7000 નાગરિકો નું આરોગ્ય પરીક્ષણ થયું હતું કે જે 3જી લહેરમાં રોજ 9000 પર પહોંચી શકે છે.
5 પેડિયાટ્રિક ક્લિનિકલ મેનેજમેન્ટ માટે આયુષ સહિતના તમામ મેડિકલ ઓફિસર માટે ખાસ તાલીમ શિબિર ગોત્રી જી એમ આઈ આર એસ ખાતે કરાશે. જયારે 30ની એક બેચ બનાવીને અન્ય 1600 કર્મચારીઓને તાલીમ અપાશે.
6 ઘરે રહીને સારવાર લેનારા કોવિડ ના દર્દીઓ માટે બીજી વેવમાં 241 ટીમ હતી તે વધારીને 250 ટીમ કરાશે. બીજી વેવમાં 25 હજાર દર્દીઓએ ઘરે સારવાર લીધી હતી પણ ત્રીજી વેવમાં કોરોનાના લક્ષણોવાળા 20 થી 25 દર્દીઓ પર એક ટીમ નજર રાખશે.

ત્રીજી લહેર માટે કેટલા બેડ
બીજી લહેર માટે 14078 બેડ પૈકી વેન્ટીલેટર સાથેના આઇસીયુ બેડ 1163,આઈસીયુ 1657, ઓક્સિજન સહિતના 5750 બેડ હતા. ત્રીજા લહેર માટે આયોજનનો આંકડો નીચે મુજબ છે.

બેડનો પ્રકારવયસ્ક દર્દીબાળકોકુલ
ICU વેન્ટીલેટર1500501550
ICU2000792079
ઓક્સિજન80002948294
જનરલ વૉર્ડ56524256077
કુલ1715284818000

સંભવિત ત્રીજી લહેરને લઇ બાળકો માટે વિશેષ આયોજન
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ હાથ પર લેવામાં આવી છે અને તેનું આયોજન પણ અત્યારથી જ કરવા માટે એકશન પ્લાન બનાવી દેવાયો છે. ખાસ કરીને ત્રીજી લહેરમા બાળકોની ચિંતા કરીને તેનું વિશેષ આયોજન થયું છે. > ડો.દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર,પાલિકા

બીજી કરતાં ત્રીજી લહેરમાં વધુ સ્ટાફની જરૂર પડશે

સ્ટાફબીજીત્રીજી
સ્પેશિયાલિસ્ટ212300
મેડિકલ ઓફિસર8541200
નર્સિંગ સ્ટાફ15002000
ચોથા વર્ગના
કર્મચારી25403500

અર્બન હેલ્થ સેન્ટર

મેડિકલ ઓફિસર4270
લેબ ટેક્નિશિયન2738
ફાર્માસિસ્ટ2340
ANM / ફિમેલ
હેલ્થ વર્કર75170
મલ્ટી પર્પઝ
હેલ્થ વર્કર22174

​​​​​​​

અત્યાર સુધી શહેરમાં રસીકરણ

ડોઝલક્ષ્યાંકરસીકરણટકા
પહેલો ડોઝ1315477124786694.86%
બીજો ડોઝ124786651167841.00%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...