તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચાપત:વડોદરા સેન્ટ્રલ જેલની ઓપન જેલ ખાતે શરૂ કરેલા પેટ્રોલ પંપ ઉપર ખાનગી એજન્સીના મેનેજર દ્વારા 83.12 લાખની ઉચાપત

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર)
  • મેનેજરે રકમ બેકમાં જમા કરવાને બદલે પોતાના અંગત કામમાં વાપરી નાખી

વડોદરા શહેરના દંતેશ્વર ખાતે આવેલી વડોદરા સેન્ટ્રલ જેલની ઓપન જેલ ખાતે શરૂ કરેલા પેટ્રોલ પંપ ઉપર ખાનગી એજન્સીના મેનેજર દ્વારા હિસાબી ઉચાપત કરી 83.12 લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ઉચાપત કરનાર મેનેજરે રકમ બેકમાં જમા કરવાને બદલે પોતાના અંગત કામમાં વાપરી નાખી હતી.

મધ્યસ્થ જેલ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
મળેલી માહિતી મુજબ ઓપન જેલના પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા હાઈ સિક્યુરિટી સર્વિસના મેનેજરો હરસીમરનસિંહ ઘીલ્લોન અને વિશાલ વાઘેલાએ કુલ 332 દિવસોમાં જુદી જુદી રકમના 83,12,292 રૂપિયાની ઉચાપત કરી નાણાં પોતાના અંગત કામમાં ઉપયોગ કરી સમયસર બેંકમાં જમા કરાવ્યા ન હોવાનું ઓડિટમાં સામે આવ્યું હતું. દરમિયાન, કચેરીની જાણ બહાર પ્રિઝનર વેલફર ફંડ પેટ્રોલ સ્ટેશનના નાણાની હંગામી ઉચાપત બાબતે નાયબ પોલીસ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

હાઈ સિક્યુરિટી સર્વિસ નામની એજન્સીને સંચાલન સોંપ્યું હતું
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ઓપન જેલ ખાતે પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો. તેના સંચાલન માટે વડી કચેરીના હુકમથી હાઈ સિક્યુરિટી સર્વિસ નામની એજન્સીને સંચાલન સોંપ્યું હતું. જેમાં પેટ્રોલિયમ ખરીદ વેચાણની નિયત રજીસ્ટરોમાં નોંધ કરી વેચાણની રોકડ આવક સમયસર બેંકમાં જમા કરાવવાની હતી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...