વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:હાઇવે પર ગિરનાર હોટલના પાર્કિગમાં બે કારમાંથી 8.15 લાખની ચોરી, નવરચના સ્કૂલની શિક્ષિકા સાથે 1. 14 લાખની ઠગાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સુરતના કતારગામ સુમુલ ડેરી રોડ પર આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા બિલ્ડર કાંતીલાલ જોઇતરામ પટેલ પરિવાર સાથે મૂળ વતન મહેસાણાના વરવાડા જવા પોતાની કાર લઇને સુરતથી નિકળ્યા હતા. તેઓ ગઇકાલ બુધવારે વડોદરા શહેર નજીક હાઇવે પર આવેલ ગીરનાર હોટલ ખાતે જમવા માટે ગયા હતા અને કાર હોટલના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તેઓ જમીને પરત આવ્યા તો કારનો પાછળની બારીનો કાચ તૂટેલો હતો અને કારમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 4 લાખ 10 હજારનો મુદ્દામાલ ચોરી થઇ ગયો હતો.

બાજુમાં પાર્ક કરેલ કારમાં પણ ચોરી
સાથે જ તેમની બાજુમાં કાર પાર્ક કરી ગીરનાર હોટલમાં જમવા ગયેલા સુરેશચંદ્ર મોહનલાલ ખટીકની કારનો કાચ પણ તૂટેલો હતો. તેમની કારમાંથી પણ સોના-ચાંદીના દાગીના મળી 4 લાખ 5 હજારનો મુદ્દામાલ ચોરી થઇ ગયો હતો. આ પરિવાર રાજસ્થાનથી સુરત જઇ રહ્યો હતો. આમ હોટલ ગીરનારના પાર્કિંગમાં કાર પાર્ક કરી જમવા ગયેલા બે કાર ચાલકોની કારમાંથી 8 લાખ 15 હજારની ચોરીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

નવરચના સ્કૂલની શિક્ષિકા સાથે 1 લાખની ઓનલાઇન ઠગાઇ
શહેરના ભાયલી ખાતે આવેલ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અને ગોત્રી વિસ્તારમાં રહેતા પ્રાચી સિન્હાને SBI બેંકનું ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ શિક્ષિકાને Any Desk નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી અને કાર્ડની વિગતો મેળવી જુદાજુદા ટ્રાન્જેક્શન કરી 1 લાખ 14 હજાર 981 રૂપિયા ટ્રાન્જેક્શન કરાવી લીધા હતા. આ મામલે શિક્ષિકાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.