તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંકપત્રો અપાયા:વડોદરા શહેર-જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 81 શિક્ષણ સહાયકોને નિમણૂંક અપાઇ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
20 જેટલા શિક્ષણ સહાયકોને કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા - Divya Bhaskar
20 જેટલા શિક્ષણ સહાયકોને કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા

વડોદરા શહેર-જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 81 શિક્ષણ સહાયકોને નિમણૂંક આપવામાં આવી છે. તે પૈકીના 20 જેટલા શિક્ષણ સહાયકોને કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે
રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક-ગુરૂ ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે સમગ્ર વિશ્વના પડકારો ઝિલતી થાય તેવી નવી પેઢી શિક્ષકોએ તૈયાર કરવાની છે. સાથે જ તેમણે રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં ટૂંક સમયમાં પારદર્શક રીતે ભરતી કરી હોવાનુ ઉમેર્યું હતું.

નવી પેઢી તૈયાર કરવાની બહુ મોટી જવાબદારી તમારા શિરે છે
કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધતા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સમાજ અનેદેશના વિકાસ માટે શિક્ષણ સર્વોપરી છે. સમાજમાં શિક્ષકને એક આદર્શની સાથે શ્રદ્ધા અને સન્માનના ભાવથી જોવામાં આવે છે, ત્યારે નવી પેઢી તૈયાર કરવાની બહુ મોટી જવાબદારી તમારા શિરે છે. સાથે દરેક શિક્ષણ સહાયકો પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવકાર્યા
રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવકાર્યા

શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવે ઓનલાઈન પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સમયબદ્ઘતા અને ગુણવત્તાને લક્ષમાં રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુએ પણ પ્રસંગોચિત ઉદ્બબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ સચિવ વિનોદ રાવે ઓનલાઈન પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ડી. આર. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ચૌધરી અને નવનિયુક્ત શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...