તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વડોદરાના 80 હજાર યુવાઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પરંતુ ચૂંટણી ઓળખપત્ર નથી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MSUની ફેકલ્ટી ઓફ લો દ્વારા સંવિધાન દિવસના મહત્વ પર ટોક

એમએસયુની ફેકલ્ટી ઓફ લો, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ અને કોંસ્ટીટ્યુશન ફોર કોમન મેનના સંયુક્ત ઉપક્રમે ભારતદેશના 71માં બંધારાણ દિવસે બંધારાણ દિવસના મહત્વ વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચત્તર ન્યાયાલયના એડીશન્લ સોલિસિટર જનરલ એશ્વરીયા ભાટી દ્વારા ભારતીય બંધારાણના મૂલ્યો વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ઉપનિષદ અને વેદોનું ભારતીય બંધારાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરી ભારતીય બંધારણની અનેક વિશેષતાની જાણકારી આપી હતી.

એશ્વરીયા ભાટીએ જણાવ્યુ હતું કે, ભારત દેશનું બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં 165 દિવસ બંધારણીય સભાના સભ્યોએ બેઠક કરી હતી. આ દરમિયાન નાગરિકોના અધિકાર, ફરજો, લોકશાહીના મૂલ્યો, સમાજવાદ અને ધર્મનિર્પેક્ષતાને ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની અંદર મૂક્યા હતા. કટોકટી દરમિયાન નાગરિકોના અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું જે ભારતની લોકશાહી માટે કપરો સમય હતો. એ દરમિયાન પણ ભારતનું બંધારણ મજબૂત રીતે ટકી રહ્યું તે બીરદાવા જેવી વાત છે. સામાન્ય માણસના જીવનમાં બંધારણનું ખૂબ જ મહાત્વ છે.

વડોદરામાં 80 હજારથી વધુ યુવાઓ પાસે લાઇસન્સ તો છે પણ ચુટણી ઓળખપત્ર નથી જે આજના યુવાનોની પોતાના અધિકારો પ્રત્યેની બેદરકારી દેખાડે છે જેથી, બંધારણ દિવસ ખૂબ જ મહાત્વનો બને છે. દરેક નાગરીકે પોતાના અધિકારો અને ફરજો વિષે વધુ જાગૃત થવાની જરૂર છે અને એના માટે નિરંતર સામાન્ય ભાષામાં લોકો સુધી બંધારણ પહોંચાડવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...