રેલવે મંત્રી દ્વારા યોજવામાં આવેલી વીડિયો કોન્ફરન્સમાં 80000 ટેકનિકલ અને નોન ટેકનિકલ સુપરવાઇઝરોનું ગ્રેડ-2 4600થી 4800 અને 4800 વાળાનું 5400માં અપગ્રેડેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે આગામી 1 ડિસેમ્બરથી કાર્યરત કરવામાં આવશે. આ અંગે રેલવે મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર બી કમિશન દ્વારા આદેશ પણ જાહેર કરવામાં આવેલ છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તાજેતરમાં જ વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેલ્વે નામ મહામંત્રી રાઘવૈયા અને વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના અધ્યક્ષ શરીફખાન પઠાણ તેમજ આર.જી. કાબરાએ ભાગ લીધો હતો. વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા રેલવે મંત્રીના આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે. આ અંગે વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના અધ્યક્ષ શરીફ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કર્મચારીઓની વર્ષો જૂની માંગણી રેલવે મંત્રાલયે સ્વીકારી છે જે આનંદની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.