વડોદરા:નર્મદા ડેમની સપાટી વધીને 131. 79 મીટર પર પહોંચી, ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 80 પગથિયા પાણીમાં ગરકાવ, નદી કાંઠાના 25 ગામને એલર્ટ કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
નર્મદા નદીના પાણીમાં મલ્હારરાવ ઘાટના 80 પગથિયા ડૂબ્યા - Divya Bhaskar
નર્મદા નદીના પાણીમાં મલ્હારરાવ ઘાટના 80 પગથિયા ડૂબ્યા
  • નર્મદા નદી કાંઠાના ચાણોદ, જૂના માંડવા, નંદેરીયા અને ભીમપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા

મધ્યપ્રદેશના ઉપરવાસમાં બારે મેઘ ખાંગા થવાથી અને ઓમકારેશ્વર ડેમમાંથી મોટી માત્રામાં જળ રાશી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠલવાતા તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે, જેથી ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 80 જેટલા પગથિયા હાલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ડભોઇના મામલતદારે આજે ચાણોદ ખાતે પહોંચીને ઇન્ચાર્જ સરપંચ ઉત્સવ ભટ્ટ સહિતના આગેવાનો સાથે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટનું નિરીક્ષણ કર્યું હતું અને નર્મદા નદી કાંઠાના કરનાળી, જૂના માંડવા, ચાણોદ, નંદેરીયા અને ભીમપુરા સહિતના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી .નર્મદા ડેમની સપાટી વધીને 131. 79 મીટર પર પહોંચી

વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારા ગામોને એલર્ટ કરાયા
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી ઓમકારેશ્વર ડેમમાંથી ગત રાત્રીથી તબક્કાવાર 5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા જે પાણીનો વિપુલ જથ્થો સરદાર સરોવર ડેમમાં આવતા ડેમની જળ સપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી હતી. આમ ત્રણ મીટરથી 23 ગેટ ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.79 મીટર પર પહોંચી છે, ત્યારે ઉપરવાસમાંથી હજી પણ મોટી માત્રામાં પાણી આવી રહ્યું હોવાથી નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ શકે છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા જિલ્લાના 25 ગામને એલર્ટ કરાયા છે.

નર્મદા મૈયાના દર્શન માટે ભક્તોની ભીડ
નર્મદા મૈયાના દર્શન માટે ભક્તોની ભીડ

ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 80 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી સુકી ભાસતી નર્મદા નદી હવે બંને કાંઠે વહેતી થઇ છે. ચાલુ વર્ષે પ્રથમવાર જ નર્મદા નદી ભરપૂર થતાં અને બંને કાંઠે વહેતી થતાં નર્મદા કિનારા ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 80 જેટલા પગથિયા હાલ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ડભોઇના મામલતદાર જય પટેલ ચાંદોદ ખાતે પહોંચીને નર્મદા કિનારાના ગામોને સાવધ રહેવા તથા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે.

(અહેવાલ અને તસવીરોઃ કિંજલ ભટ્ટ, ચાણોદ)

અન્ય સમાચારો પણ છે...