તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો આક્ષેપ:ગુજરાતમાં ઓક્સિજનની કમીને કારણે 3 દિવસમાં 80 દર્દીનાં મોત થયાં, સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ: અમિત ચાવડા

વડોદરા3 મહિનો પહેલા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લઇને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી.
  • અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લઈને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી
  • સરકાર અહંકાર છોડે અને નિષ્ફળતા સ્વીકારે, સર્વપક્ષીય બેઠક બોલાવી જનતાને બચાવે: અમિત ચાવડા

રાજ્યમાં ઓક્સિજન ના અભાવે 3 દિવસમાં 80 દર્દીના મોત થયા છે ત્યારે સરકાર સાથે માનવવધનો ગુનો દાખલ કરવો જોઇએ તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વડોદરામાં કરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને નિષ્ણાતોએ ચેતવણી આપી હોવા છતાં ગુજરાત સરકારે 13 મહિનામાં કશું કર્યું નહીં અને માત્ર તાયફા, ઉત્સવ અને ક્રિકેટ મેચના આયોજન કર્યા. જેના કારણે કોરોના મહામારી સરકારના મિસ મેનેજમેન્ટથી સ્ફોટક બની અને લોકો ટપોટપ મરવા લાગ્યા. આ મહામારી સરકાર સર્જિત ડિઝાસ્ટર છે તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો.

વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે ઓક્સિજનની વ્યવસ્થા ન કરી અને તેની અછત થી 80ના મોત થયા છે. આ મોત બિમારીથી નહીં પણ ઓક્સિજન ન મળવાને લીધે થયા છે તેવોઆક્ષેપ કરી તેમણે ઉમેર્યું હતું કે આ જાણીજોઈને કરેલી હત્યા છે, અને સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટે પણ ચૂંટણી પંચ સામે પોતાના અવલોકનમાં હત્યાનો ગુનો દાખલ કરવા કહ્યું છે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે સરકાર ને કોરોનાના બીજા તબક્કાની ખબર હતી. ઓક્સિજન, દવા, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શન વગેરેની વ્યવસ્થા ન કરી.

સરકારના મિસ મેનેજમેન્ટને કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે WHOએ શરૂઆતના તબક્કામાં ગાઇડલાઇન્સ અને ચેતવણી આપી હતી, જોકે એની અનદેખી કરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારથી કોરના આવ્યો હતો. ભાજપના શાસકોએ 13 મહિનામાં કોઇ તૈયારી કે વ્યવસ્થા ઊભી ના કરી અને રાજકીય ઉત્સવો અને તાયફાઓ કર્યા છે. સરકારના મિસ મેનેજમેન્ટને કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે.

સરકાર નિષ્ફળતા સ્વીકારે, સર્વપક્ષીય બેઠક બોલાવીને ગુજરાતની જનતાને બચાવે: અમિત ચાવડા.
સરકાર નિષ્ફળતા સ્વીકારે, સર્વપક્ષીય બેઠક બોલાવીને ગુજરાતની જનતાને બચાવે: અમિત ચાવડા.

ડિમાન્ડ છે એની સામે માત્ર 40 ટકા ઇન્જેક્શન સપ્લાઇ થાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં રોજ 170 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. ગઇકાલે માત્ર 140 મેટ્રિક ટન ઓક્સિજનનો જ સપ્લાઇ થયો છે, એટલે 30 મેટ્રિક ટન ઓક્સિજનની શોર્ટેજ હોય તો 3 હજાર દર્દીને અસર કરે, કેટલાય લોકો ઓક્સિજનની કમીને કારણે મરી રહ્યા છે. એનું કારણ સરકારની નિષ્કાળજી અને બેજવાબદાર નીતિ છે. ફક્ત ઓક્સિજન જ નહીં, પણ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને ભટકવું પડે છે. ડિમાન્ડ છે એની સામે માત્ર 40 ટકા ઇન્જેક્શન જ સપ્લાઇ થાય છે. કાળાં બજારના ઇન્જેક્શન 25 હજાર સુધીમાં લોકો ખરીદવા માટે મજબૂર બન્યા છે અને વેન્ટિલેટરની કમીને કારણે લોકો મરી રહ્યા છે.

ગુજરાતમાં ઓક્સિજનની કમીને કારણે 3 દિવસમાં 80 દર્દીનાં મોત થયાંઃ અમિત ચાવડા.
ગુજરાતમાં ઓક્સિજનની કમીને કારણે 3 દિવસમાં 80 દર્દીનાં મોત થયાંઃ અમિત ચાવડા.

સરકાર અહંકાર છોડે, બધાની મદદ લે, અમે સરકારની મદદ કરવા તૈયાર છીએ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે જે પ્રજા સરકારની તિજોરીમાં ટેક્સના પૈસા જમા કરાવે છે, તે પ્રજા ઇન્જેક્શન અને ઓક્સિજનના અભાવે મરી રહી છે. સરકાર સદંતર નિષ્ફળ રહી છે. અમે સરકારની સાથે છીએ, જે મદદ જોઇતી હોય એ અમે કરવા માટે તૈયાર છીએ. નિષ્ણાતોની મદદ લેવી જોઇએ. આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાની છે. સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે, નિષ્ણાતોને બોલાવો અને લાંબા ગાળાનું આયોજન કરે, જેથી સરકાર અહંકાર છોડે, બધાની મદદ લે, અમે સરકારની મદદ કરવા તૈયાર છીએ. અમારી સરકારની અપીલ છે કે લોકોને વેન્ટિલેટર, ઓક્સિજન અને ઇન્જેક્શન આપીને બચાવો.

સરકાર સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ કરાઈ.
સરકાર સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ કરાઈ.

શાસકો સામે માનવવધનો ગુનો નોંધાવો જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે સરકારને એક વર્ષના સમય મળ્યો તો ઓક્સિજનની વ્યવસ્થા કેમ ન કરી, રેમડેસિવિરનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવા છતાં લોકોને કેમ મળતા નથી, એ મોટો સવાલ છે. આ સરકારે કરેલી ભૂલોનું પરિણામ છે, જેથી શાસકો સામે માનવવધનો ગુનો નોંધાવો જોઇએ.

સરકારના મિસ મેનેજમેન્ટને કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે.
સરકારના મિસ મેનેજમેન્ટને કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલની મુલાકાત કરી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. કોવિડ દર્દીઓની મુલાકાત કરી મળતી સારવાર અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અમિત ચાવડાએ રાજ્યમાં વધતી જતી કોરોના સંક્રમણની સ્થિતિ જોતાં સરકારને નક્કર પગલાં ભરવા અપીલ કરી હતી. સયાજી હોસ્પિટલની મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સરકારની અણઆવડતને કારણે લોકો મરી રહ્યા છે.

વૃદ્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પગે પડ્યા, ઘરના પતરાં બદલવા છે, મદદ કરશો?
સયાજી હોસ્પિટલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત દરમિયાન એક વૃદ્ધે જાહેરમાં તેમના પગ પકડી રજુઆત કરી હતી. વૃદ્ધે દર્દી કે ઓક્સિજન અથવા તો દવાની નહી પરંતુ તેમના મકાનની જર્જરિત હાલત વિશે અમિત ચાવડાને જણાવી હતી. જોકે અમિત ચાવડાએ તેઓને માત્ર દવા કરાવવી હોય તો કહો તેમ કહી ત્યાંથી રવાના થયા હતા.