તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:એક દિવસમાં ધો.10ના માર્કસ અંગે 80% સ્કૂલોમાં ચકાસણી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિણામને ફારસરૂપ બનાવવા DEO કચેરીની હિસ્સેદારી
  • 17 મી તારીખ સુધી શિક્ષણ બોર્ડને માર્કસ મોકલી અપાશે

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક જ દિવસમાં 80 ટકા સ્કૂલોની ચકાસણી કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા ધોરણ 10 ના ગુણ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોને સોંપવામાં આવી છે. જોકે તેના માટે મોનિટરીંગ એટલે કે ચકાસણી કરવાની સૂચના ડીઇઓ કચેરીને આપવામાં આવી છે. જોકે આર્શ્ચજનક રીતે એક જ દિવસમા 80 ટકા સ્કૂોલોની ચકાસણી રેન્ડમલી કરી દેવામાં આવી હતી.

એસવીએસની એક મોટી સ્કૂલોમાં અન્ય સ્કૂલોના કર્મચારીઓને તેમના દ્વારા આપવામાં આવેલા માર્કની ચકાસણી કરી હતી. જોકે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી રેન્ડમલી ચેકીંગ કરીને એરુલ આપી દેવામાં આવ્યું હતું. રેન્ડમલી ચેકીંગ કરવાની પ્રક્રિયાના પગલે સમગ્ર પ્રક્રિયા ફારસરૂપ સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. સમયનો અભાવ હોવાના કારણે ફટાફટ કામગીરી આટોપીને રાજય સરકારને માર્ક મોકલી આપવાની કામગીરી કરાશે. 17 મી તારીખ સુધી બોર્ડને માર્ક મોકલી અપાશે.

જૂનના છેલ્લા સપ્તાહમાં પરિણામ અપાશે
જૂનના છેલ્લા સપ્તાહમાં પરિણામો આપવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે 17 મી જૂન સુધીમાં બોર્ડને પરિણામો મોકલી આપવા માટેની સૂચનાઓ સ્કૂલોને આપવામાં આવી છે. જેના પગલે ડીઇઓ કચેરી દ્વારા પણ ફટાફટ ચકાસણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...