તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 8 To 10 Corona Patients Die Daily In Vadodara, But Tantra Does Not Declare Corona Deaths, Funerals Are Held At Night In The Cemetery To Hide

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતનો ઢાંકપિછોડો:વડોદરામાં રોજ કોરોનાના 8થી 10 દર્દીના મોત, પણ તંત્ર કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરતુ નથી, છુપાવવા માટે સ્મશાનમાં રાત્રે અંતિમ સંસ્કાર થાય છે

વડોદરાએક મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
ખાસવાડી સ્મશાનમાં કોરોનાના 2 દર્દીના એકસાથે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે
  • ગુરૂવારે રાત્રે ખાસવાડી સ્મશામાં કોરોનાના 3 દર્દીના અંતિમ સંસ્કાર કરાયા, સરકારી આંકડામાં એક પણ મોત નહીં

વડોદરા શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને પગલે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દખલ થવા માટે જે રીતે વેઇટિંગ ચાલી રહ્યું છે. તેમ સ્મશાનોમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રતિદિન કોરોનાના કારણ 8થી 10 લોકો મોતને ભેટી રહ્યા છે, પરંતુ, તંત્ર દ્વારા મૃત્યુઆંકમાં ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે.

છુપાવવા જેવી કોઇ બાબત જ નથીઃ OSD
ખાસ ફરજ પરના અધિકારી(OSD) વિનોદ રાવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, સરકારે જાહેર કરેલી કોવિડની ગાઇડલાઇન પ્રમાણે જ કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. છુપાવવા જેવી કોઇ બાબત જ નથી. કમિટી જાહેર કરે તે પછી જ કોરોનાના સત્તાવાર મૃત્યુ જાહેર કરાય છે અને શંકાસ્પદ દર્દીઓના કોવિડની ગાઇડલાઇન પ્રમાણે જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

ખાસવાડી સ્મશાનમાં કોરોનાના 3 દર્દીના અંતિમ સંસ્કાર કરાયા
મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના કેટલાક સ્મશાનોમાં રાત પડે ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમક્રિયા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. મોડી રાતના કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ થઇ રહી છે. તેમાં ખાસ કરીને ખાસવાડી સ્મશાન ખાતે મોટી સંખ્યામાં મૃતદેહોને લાવવામાં આવતા હોય છે. મોડીરાત્રે ખાસવાડી સ્મશાન ખાતે વધુ કોરોનાના 3 દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

કોરોનાના દર્દીનું મોત થતા એટેકથી મોત થયું હોવાની પરિવારને જાણ કરી
જાણવા મળ્યા મુજબ ગોત્રી હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દી 8 દિવસથી કોરોનાથી સંક્રમિત હતા. તેમને ન્યુમોનિયાની પણ તકલીફ હતી. જે બાદ હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસ પછી સત્તાવાળાઓ દ્વારા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની મૌખિક જાણ કરી હતી. તેઓને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા ન હતા. સારવાર દરમિયાન ગઈકાલે ગુરૂવારે સાંજે દર્દીના પુત્રને ફોન આવ્યો હતો કે, તમારા પિતાને એટેક આવ્યો છે. જેથી પરિવારના સભ્યો દોડતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દર્દીનું મોત નીપજ્યું હતું.

વડોદરામાં રોજ કોરોનાના 8થી 10 દર્દીના મોત થાય છે
વડોદરામાં રોજ કોરોનાના 8થી 10 દર્દીના મોત થાય છે

મૃતદેહને બેડ પર મૂકી રખાયો હોવાના આક્ષેપ
દર્દીના પુત્રે આક્ષેપ કર્યો હતો કે, મારા પિતાનું સાંજના 5 વાગે અવસાન થયા બાદ મોડી રાત સુધી તેમનો મૃતદેહ બેડ પર એમનો એમ મૂકી રાખવામાં આવ્યો હતો. એના પર કોઈ ચાદર પણ ઓઢાડવામાં આવી ન હતી. આ વોર્ડમાં અન્ય ચારથી પાંચ દર્દીઓ પણ દાખલ છે. ત્યારે તેઓની માનસિક પરિસ્થિતિ કેવી થતી હશે તે એક અઘરો વિષય છે અને આવી પરિસ્થિતિના કારણે જ મારા પિતાનું મોત નીપજ્યું હતું.

પરિવારે દર્દીને ટ્રાન્સફર કરવાની વાત કરી હતી, છેલ્લે મૃતદેહ પરિવારને સોંપ્યો
વધુમાં જણાવ્યું કે, જ્યારે દર્દીને અમે ટ્રાન્સફર કરવાની વાત કરી તો હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, એકવાર તમે અહીંથી દર્દીને લઈ જશો અને પછી પરત આવશો તો અમે દાખલ કરીશું નહીં અને છેલ્લે અમારા પિતાનો તેઓએ મૃતદેહ સુપરત કર્યો હતો.

કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઊંચો હોવાનું મનાઈ રહ્યું છે
કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઊંચો હોવાનું મનાઈ રહ્યું છે

સ્મશાનમાં કોઇ સ્ટાફ ન હોવાથી પરિવારે પરિવાર અને સંબંધીઓએ અંતિમવિધિ કરી
અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પર આવેલ નીલકંઠ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધા કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી તેમને ન્યુ વીઆઇપી રોડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે પછી સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં ગઈકાલે ગુરૂવારે રાત્રે 8 વાગે દર્દીનું મોત નીપજ્યું હતું. જે બાદ રાત્રીના 11.30 કલાકે મૃતકને અંતિમક્રિયા અર્થે ખાસવાડી સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે અહીં તેમનાં એકમાત્ર સંબંધી આવ્યા હતા અને અંતિમક્રિયા ટાણે સ્મશાનનો કોઈ સ્ટાફ હાજર ન હોવાથી અન્ય પુરુષ દર્દીના મૃતકની અંતિમવિધિ કરવા આવેલા સ્નેહીજનોએ તેની અંતિમવિધિમાં મદદ કરી હતી.

કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઊંચો હોવાનું મનાઈ રહ્યું છે
આમ ગઈકાલે ગુરૂવારે રાતે ખાસવાડી સ્મશાનમાં જ 3 કોરોનાના દર્દીઓની અંતિમવિધિ પાર પડાઇ હતી. બીજી તરફ અન્ય સ્મશાનગૃહમાં પણ કોરોનાના મૃતકની અંતિમક્રિયા થતી હોય તેના પરથી કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઊંચો હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે સરકારી ચોપડે ડેથ ઓડિટ કમિટી કોરોનાથી કોઈનું મૃત્યુ થયું નથી એમ જણાવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો