શોધખોળ:હરણીમાં યુવકો પર હુમલો કરનાર 8 શખ્સને શોધવા 8 ટીમ બનાવાઇ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાતાં પંૂછડી દબાવી ભાગ્યા
  • છરાથી કરાયેલા હુમલામાં એક યુવકનો કાન કપાઇ ગયો હતો

શહેરના હરણી ગામના ચોતરા પાસે સોમવારે રાત્રે બાઇક પાર્ક કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં આઠ શખ્સોએ પાંચ યુવક પર ખુની હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ 5 યુવકને સારવાર માટે ખસેડયા બાદ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તમામની શોધખોળ આદરી હતી પણ 24 કલાક પછી પણ આરોપીઓ પકડાયા ન હતા.

પોલીસે 3 ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ આદરી હતી. હરણી ગામના ચોતરા પાસે રહેતા ભુપેન્દ્રભાઇ જશભાઇ પટેલે પોલીસમાં જીજ્ઞેશ ઉર્ફે મંગો રમેશ ચૌહાણ, વિનોદ ઉર્ફે લાલો વિજય પટેલ, સુનિલ ઠાકોર રાજપુત, મેવો સુરેશ રાજપુત, રીકો સુરેશ રાજપુત, વિશાલ પરમાર તથા ઉમેશ ચૌહાણ અને જય ઉર્ફે જગા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે 8-30 વાગે તેમના ગામના નિતીન પટેલને જીજ્ઞેશ સાથે રસ્તામાં મુકેલી બાઇક ખસેડવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતું.

રાત્રે 9-10 વાગે તે ટૂથપેસ્ટ લેવા જતા હતા ત્યારે તેઓ સંદીપ પટેલ, નિતીન પટેલ, વિવેક પટેલ તથા બિરેન પટેલ સાથે ઉભા હતા દરમિયાન આ શખ્સો ત્યાં ધસી અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. તેઓ સમજાવવા જતા વિનોદે તેના હાથમાં રહેલો છરો તેમના કાન પર મારી દીધો હતો અને ચાર જણાએ મારામારી કરી હતી ઝઘડામાં તેમના મિત્રો છોડાવવા પડતાં તમામ પર આ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તમામને ગંભીર ઇજા પહોંચી હત. બનાવ અંગે હરણી પોલીસે આઠ શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તમામની શોધખોળ આદરી હતી પણ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...