કાર્યવાહી:ગુરુનાનક પબ્લિક સ્કૂલની ઓફિસ સહિત 8 રૂમ સીલ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તરસાલીની સ્કૂલના જમીન વિવાદમાં નોટિસ બાદ કાર્યવાહી
  • શિક્ષણ ચાલુ હોવાથી આખી સ્કૂલ સીલ ન કરી

તરસાલી રોડ પરની ગુરુનાનક સ્કૂલના જમીન વિવાદ પ્રકરણમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે 8 ક્લાસરૂમને સીલ કર્યા છે. જોકે અન્ય વર્ગોમાં શિક્ષણ ચાલતું હોવાથી આખી સ્કૂલને સીલ ના કરી હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદના ભૂપેન્દ્ર પટેલના પરિવારની માલિકીની જમીન તેમના ભાઈ દિલીપ પટેલે ગુરૂનાનક દેવજીમિશન ટ્રસ્ટને તેમની જાણ બહાર વેચી હતી. બે વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં ભૂપેન્દ્ર પટેલે ફરિયાદ આપી હતી.

આ જમીન પર ખોટી રીતે ઈન્સ્ટિટ્યૂટના નામે સ્કૂલ બાંધી જમીનનો ઉપયોગ કરતા કલેક્ટરને રજૂઆત થતાં પાલિકાએ ગુરુનાનક દેવજી મિશન ટ્રસ્ટના સંચાલકોને સ્કૂલનો ઉપયોગ બંધ કરવા નોટિસ આપી હતી. DEOએ સ્કૂલની પરવાનગી રદ કરવા નોટિસ આપી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગે નોટિસ બાદ ગુરુ નાનક હાઇસ્કુલની એડમિનિસ્ટ્રેશન ઓફીસ, આચાર્યની ઓફીસ અને સ્ટાફ રૂમ મળી 8 રૂમ સીલ કર્યા છે. શિક્ષણ ચાલુ હોવાથી સ્કૂલ સીલ કરી નથી તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...