કામગીરી:ગાર્બેજ ફ્રી સિટી માટે પાલિકાના 8 મુદ્દા, ઘરે ઘરે સેગ્રિગેશન ભૂલાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરને સાચે જ સ્વચ્છ બનાવવું હશે તો લોકોએ વાંધા-સૂચનો મોકલવાં પડશે
  • 2021માં શહેરમાંથી​​​​​​​ સૂચનો મગાવતાં માત્ર 8 લોકોએ જ પ્રત્યુત્તર આપ્યો હતો

વડોદરા મહાનગરપાલિકાએ ‘સેવન સ્ટાર રેટિંગ ફોર ગાર્બેજ સીટી’ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવાનું નક્કી કર્યું છે. તદુપરાંત તેઓએ પોતે શું કરી રહ્યા છે તે અંગેની બાબતોથી લોકોને જાગૃત કરી રહ્યા છે. જોકે આ મુદ્દાઓમાં મહત્વનો ગણાય એવો ઘરે-ઘરે સેગ્રીગેશન કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે પાલિકાને માત્ર 8 જ સૂચનો મળ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાએ શહેરને કચરા મુક્ત કરવા માટેનું સેવન સ્ટાર રેટિંગ મેળવવા માટેની કવાયત શરૂ કરી છે. તેઓએ આ રેટિંગ મેળવવામાં માટે શું કામગીરી કરી રહ્યા છે તે માટેના મુદ્દા જાહેર કર્યા છે. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, અનેક સ્થળોની સાફ-સફાઈ, જાહેર અને કોમર્શિયલ સ્થળો તથા મટીરીયલ રિકવરી ફેસીલીટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ઓન સાઈટ કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે, વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશનના યુઝર ચાર્જીસની વસુલાત, ફાઇન અને પેનલ્ટી ચાર્જીસ લેવામાં આવે છે. 75થી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જ્યારે ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવામાં આવે છે. શહેરીજનોની ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ/સ્વચ્છતા મારફતે ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જોકે આ તમામ મુદ્દાઓમાં પાલિકાએ ઘરે-ઘરે સેગ્રીગેશન કરવાના મહત્વના મુદ્દાને ભૂલી ગઇ છે. એટલું જ નહીં લોકોને સ્ટાર રેટિંગ અંગેના સૂચનો મેળવવા માટે અપીલ કરતાં કોર્પોરેશને નાગરિકો વધુમાં વધુ સેગ્રીગેશન વિશે જાણે તે અંગેની જાગૃતતા ફેલાવી જોઈએ. કારણ કે ગત વર્ષે સ્ટાર રેટિંગના સૂચનો મંગાવતા માત્ર 8 જ સૂચનો આવ્યા હતા. જે ઘણી ચિંતાજનક બાબત છે.

હેગિંગ ડસ્ટબીન ક્યાં છે? તંત્ર કહે છે કે મૂકવામાં આવ્યા છે
શહેરને ગાર્બેજ ફ્રી સીટી માટેનું રેટિંગ મળે તે માટે સૂચનો મંગાવ્યા છે. કોર્પોરેશને જાહેર અને કોમર્શિયલ સ્થળોએ હેંગિંગ ડસ્ટબીન મૂક્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરમાં અગાઉ ડસ્ટબીન મુકાયા હતા તે હાલમાં ગાયબ છે અને સ્ટાર રેટિંગની કામગીરી માટે ફરીથી આ ખર્ચો કરવામાં આવશે.

પાલિકાને અત્યાર સુધી સ્વચ્છતા સર્વેક્ષણમાં કયો નંબર મળ્યો ?

201613
201710
201844
201979
202010
20218

સેગ્રિગેશન માટે લોકોને રિબેટ આપવું જોઇએ
લોકો ઘરે સૂકો અને લીલો કચરો અલગ કરે તે માટે તેઓને જાગૃત કરવા જોઈએ. જેમ વેરામાં રિબેટ આપવામાં આવે છે તેમ જે લોકો કચરો અલગ કરે છે તેમને રીબોર્ડ અથવા રીબેટ આપવું જોઈએ. સોસાયટીઓ સાથે પણ ચર્ચા કરવી જોઈએ. જ્યાં સુધી લોકો તેને આદત નહીં બનાવે ત્યાં સુધી શહેરને સ્વચ્છ બનાવવું મુશ્કેલ છે. - ડો. સુનિત દાબકે, એક્સપર્ટ, સોલિડ વેસ્ટ

​​​​​​​પ્રચારની જેમ નેતાઓ સેગ્રિગેશન માટે ફરે
​​​​​​​જાંબુઆ ખાતેની ડમ્પિંગ સાઇટ ગેરકાયદે છે. કારણ કે પાલિકાએ ભીનો અને સૂકો કચરો અલગ કરી તેનો નિકાલ કરવાનો હોય છે. પાલિકાના ડોર ટુ ડોર કલેક્શનમાં કચરો મિક્સ કરી દેવાય છે. નેતાઓ ઘરે ઘરે જઈને વોટ માંગે છે તેમ સેગ્રીગેશન કેવી રીતે કરવું તે જણાવવું જોઈએ. - રોહિત પ્રજાપતિ, પર્યાવરણવિદ

​​​​​​​સામાજિક, શિક્ષણ સંસ્થાઓની મદદ લેવામાં આવશે
​​​​​​​સ્વચ્છતા સર્વેક્ષણ સોર્સ સેગ્રીગેશન પર ભાર મૂકે છે. સેગ્રીગેશન બાબતે લોકો કાળજી લે તે પણ જરૂરી છે. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીઝ તેમજ શહેરમાં જે પણ મેરેથોન અને અન્ય ઈવેન્ટો થાય છે ત્યાં આગળ આ અંગેની જાગૃતતા ફેલાવવી જોઈએ. - બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...