કોરોના વડોદરા LIVE:છેલ્લા 24 કલાકમાં નવા 9 કેસ, વધુ 8 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 43 થઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં હાલમાં 36 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 25 કલાકમાં​ નવા 9 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,133 પર પહોંચી ગઇ છે. વધુ 8 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,333 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલમાં એક દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 43 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એક દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 36 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં છાણી, સમા, સુભાનપુરા, વડસર અને રણોલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 6 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...