કોરોના વડોદરા LIVE:24 કલાકમાં નવા 4 કેસ, વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 46 થઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયુ છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયુ છે(ફાઈલ તસવીર)
  • શહેરમાં હાલમાં 18 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં​ નવા 4 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,151 પર પહોંચી ગઇ છે. વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,348 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલમાં એક દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 46 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એક દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 18 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અટલાદરા, નવાયાર્ડ, છાણી અને ગોરવામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 2 કેસ નોંધાયા છે.