કોરોના વડોદરા LIVE:શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 8 કેસ, વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા હતા. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,087 પર પહોંચી ગઇ છે. વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,294 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 36 ઉપર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 32 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વારસીયા, કપુરાઇ, તાંદલજા, તરસાલી, જેતલપુર, માણેજા અને માંજલપુર વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 0 અને દક્ષિણ ઝોનમાં 5 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...