પાલિકાના સામાન્ય વહીવટ વિભાગે બદલીના હુકમમાં હેડ ક્લાર્ક સંવર્ગના 8 કર્મચારીને જુનિયર કારકુન બનાવી દેવાનો છબરડો કર્યો છે.આકારણી વિભાગના વિકેન્દ્રીકરણ બાદ જૂલાઇ 2020માં આકારણી વિભાગના આકારણી અમલદાર કક્ષાના10 કર્મચારીઓની જે તે વોર્ડ ઓફિસર ના નેજા હેઠળ હેડ ક્લાર્ક તરીકે બદલી કરાઇ હતી. કોરોના કાળમાં વિસ્તરણ વધ્યું છે અને તેમાં મિલકતમાં વધારો થતા પાલિકાને મિલકર ની આવકમાં વધારો થશે તેવી આશા હતી પરંતુ વૉર્ડ કક્ષાએથી જ કામગીરી કરવાની જવાબદારી સુપરત કરવાનો નિર્ણય ભૂલભરેલું સાબિત થયો છે.
પાલિકાની હદમાં નવા સાત ગામોનો સમાવેશ થતાં રિવિઝન આકારણી કરવાની ફરજ પડી છે . જેના કારણે,જે તે વોર્ડમાં આકારણી ની કામગીરી કરતા કારકુનોને રીવીઝન આકારણી ની કામગીરી કરવા માટે બદલી કરવામાં આવી છે.પરંતુ,હેડ ક્લાર્ક કક્ષાના આઠ કર્મચારીઓને કારકુનની પોસ્ટ આપતો હુકમ પાલિકાના સામાન્ય વહીવટી વિભાગે ડે.મ્યુ. કમિશનર સુધીર પટેલની સહીથી ઇસ્યુ કરતા ભડકો થયો છે. આ છબરડાવાળા હુકમમાં જેની સહી છે તેવા ડે.મ્યુ.કમિશનર સુધીર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની તેમને કોઈ જાણકારી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.