તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીયાઓની આજીજી:વડોદરાના સુભાનપુરામાં ફ્લેટમાંથી 8 જુગારીયા ઝડપાયા, પોલીસને કહ્યું: "સાહેબ, અમે શ્રાવણ માસમાં જ શોખ માટે જુગાર રમીએ છે, અમને છોડી દો'

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસને જોતા જ જુગારીયાઓને એસી રૂમમાં પણ પરસેવો છૂટી ગયો

વડોદરામાં પોલીસ તંત્રની બાજ નજર હોવા છતાં શ્રાવણીયો જુગાર રમવાના શોખીનો પોલીસથી બચી શકાય તેવી જગ્યાઓ શોધી જુગાર રમી રહ્યા છે. મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસે માહિતીના આધારે સુભાનપુરા વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાની નગરના ફ્લેટ નં-206માં દરોડો પાડી 8 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડો પાડતા જ જુગારીયાઓનો પરસેવો છૂટી ગયો હતો અને પોલીસને જણાવ્યું કે, "સાહેબ, અમે કાયમ જુગાર રમતા નથી અને શ્રાવણ માસમાં જ શોખ અને ટાઇમ પાસ કરવા માટે જુગાર રમીએ છે, અમને છોડી મૂકો' જોકે, પોલીસે જુગારના દાવ ઉપરની રકમ સહિત રૂપિયા 2.56 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસી રૂમમાં જુગારીયાઓને પરસેવો છૂટી ગયો
વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, સુભાનપુરા વિસ્તારમાં સમતા પોલીસ ચોકી પાછળ સ્વાતંત્ર્ય સેનાની નગરના ફ્લેટમાં મકાન નં-206 જુગાર રમાઇ રહ્યો છે. પોલીસે ખાત્રી કરી દરોડો પાડતા 8 વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા. જુગારીયાઓએ પોલીસને જોતા જ એસી રૂમમાં જુગારીયાઓને પરસેવો છૂટી ગયો હતો અને પોલીસને કેસ ન કરવા માટે આજીજી કરવા લાગ્યા હતા.

ટાઇમ પાસ કરવા માટે જુગાર રમીએ છે
એવી પણ માહિતી મળી હતી કે, જુગાર રમતા ઝડપાયેલા જુગારીયાઓએ પોલીસ જવાનોને જણાવ્યું કે, સાહેબ, અમે કાયમ જુગાર રમતા નથી અને શ્રાવણ માસમાં જ શોખ અને ટાઇમ પાસ કરવા માટે જુગાર રમીએ છે. અમોને છોડી મૂકો. જોકે, પોલીસે રૂમમાંથી પકડાયેલા તમામ જુગારીયાઓ સામે જુગાર ધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મકાન નં-206માંથી જુગારીયાઓને લઇ પોલીસ મથકમાં લઇ જવાતા ફ્લેટ અને આસપાસના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

પોલીસે 8 જુગારીયાની ધરપકડ કરી
પોલીસે જુગાર રમતા મકાન માલિક મયુર ભુપેન્દ્રભાઇ જોષી(રહે, 206, સ્વાંતત્ર્ય સેનાની નગર ફ્લેટ, સુભાનપુરા ), ગૌરાંગ રાજુભાઇ રાજપુત (રહે, 9, ગીરધરનગર, ગોત્રી), ભરત હરીચરણ અગ્રવાલ (રહે, ઇ, 54-55, દેવનગર, વાસણા રોડ), સંજય લાલાભાઇ માળી (રહે, 47, સ્લમ ક્વાટર્સ, સુભાનપુરા), જય પ્રવિણચંદ્ર પંડયા (રહે, 34, સારાભાઇ સોસાયટી, ગોત્રી રોડ), યશ અશોકભાઇ બારોટ (રહે, 58, રણછોડ પાર્ક સોસાયટી, ગોત્રી રોડ), નરેન્દ્ર દિનેશભાઇ પગી (રહે, દિનદયાલ નગર, ગોત્રી રોડ) અને અબ્દુલ મુસ્તાફિક શેખ (રહે, 61, સ્લમ ક્વાટર્સ, નવાપુરા)ની ધરપકડ કરી હતી.

2.56 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
પોલીસે 8 જુગારીયાઓ સાથે જુગારના દાવ ઉપરથી રૂપિયા 5110, 8 મોબાઇલ ફોન, 3 એક્ટિવા, 2 બાઇક મળીને કુલ રૂપિયા 2,56,610 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે તમામ 8 જુગારીયાઓ સામે જુગારધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે સ્વાતંત્ર્ય સેનાની ફેલ્ટ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...