તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારે કોરોનાના 113 નવા કેસો નોંધાયા હતા. છેલ્લા 2 દિવસમાં નવા કેસોની સંખ્યામાં 5નો વધારો નોધાયો છે. જ્યારે ગત 24 કલાકમાં સ્પોર્ટસ કોચ સહિત 8ના મોત નિપજ્યાં હતા. શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 18801 થઇ ગઇ છે. જ્યારે કોરોનાના 86 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જેના પગલે કોરોનામાં સાજા થયેલા કુલ દર્દી 17,320 થઇ ગયા હતા. બીજી તરફ સોમવારે ક્વોરન્ટાઇન થયેલા લોકોની સંખ્યા 4,725 પર પહોંચી ગઇ છે. કોરોનાની સક્રિય સારવાર લઇ રહેલા 1254 દર્દી પૈકી 161ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 64ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
86 દર્દી ડિસ્ચાर्ર્જ, 1254 દર્દી પૈકી 161 ઓક્સિજન પર
રવિવારે રાત્રે ગોત્રી વિસ્તારમાં રહેતા અને જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલા સ્પોર્ટસ કોચનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શહેરની હોસ્પિટલોમાં કુલ 8 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. તંત્રના હાઉસ ટુ હાઉસ સરવેમાં 96,602 લોકોની તપાસ કરવામાં આવતાં ખાંસી શરદીના 144 કેસો અને તાવના 69 કેસ આવ્યા હતા. જ્યારે ધનવન્તરિ રથમાં તાવના 24 તથા શરદી-ખાંસીના 94 કેસ આવ્યા હતા. એટલું જ નહીં 3 દર્દીને વધુ સારવાર માટે રિફર પણ કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનામાં સત્તાવાર 227 લોકોનાં મોત નિપજ્યાં છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.