સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ એટીએસ સાથે સંયુક્ત પણે પાડવામાં આવેલા બરોડામાં વડોદરામાંથી 12 બોગસ પેઢીઓ મળી આવી હોવાનું સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે. વડોદરાની છાણી, હરણી, માંજલપુર, સુભાનપુરા વગેરે વિસ્તારમાંથી મળેલી બોગસ પેઢીઓની અંદાજિત 8 કરોડ રૂપિયાની કરચોરી મળી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સિસ્ટમ આધારિત ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. જે ભરતભાઈ કરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય ત્યાં બોગસ બીલિંગની પ્રવૃત્તિને ડામવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજ્યના વિવિધ શહેરોમાં સાગમટે 115 પેઢીઓ પર 205 સ્થળે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં 41 બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અમદાવાદથી 14, વડોદરાથી 12, સુરત 9, ભાવનગર 3, રાજકોટ 1, ગાંધીધામ 1 બોગસ પેઢી મળી આવી હતી.
આ બોગસ પેઢીમાંથી સ્ક્રેપ, નોન ફેરસ મેટલ, કેમિકલ અને સળિયા વગેરે જેવી કોમોડિટીના બિલો ખોટી વેરા શાખ પાસ ઓન કરવાના આશયથી ઈસ્યુ કરવામાં આવેલ હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાલ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિઓ મળી આવેલ નથી તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કામગીરીના અંતે કરચોરીનો આંકડો ખૂબ જ ઊંચો જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં મકરપુરા જીઆઇડીસી છાણી, તાંદલજા જેવા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણીના માહોલ વચ્ચે રેડને પગલે ચકચાર
એક તરફ સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ એટીેસ અને સ્ટેટ જીેસટી દ્વારા સયુક્ત રીતે સાગમટે રાજ્ય વ્યાપી રેડ પાડવામાં આવતાં આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને જીએસટીની સાથે એટીએસની ટીમ જોડાતા આ બાબત પણ વેપારીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.