તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:8 સમિતિમાંથી કોંગ્રેસના કોર્પોરેટરોનાં રાજીનામાં, વિપક્ષમાંથી એકડો કાઢી નખાતાં વિરોધ

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર આંગળી ઊંચી કરવાની હોય તો અર્થ નથી

પાલિકાની સ્ટેન્ડિંગ સમિતિ ઉપરાંત બીજી ખાસ 9 સમિતિમાં સભ્યોની વરણી કરવામાં આવી છે. તેમાં 8 સમિતિમાં કોંગ્રેસના 1-1 સભ્યને મૂકવામાં આવ્યા હતા. જેનો કોંગ્રેસે વિરોધ કરીને સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.કોર્પોરેશનની લીગલ સમિતિને બાદ કરતાં પબ્લિક વર્કસ સમિતિ, વોટર વર્કસ, ડ્રેનેજ અને સુએઝ, આરોગ્ય, ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ મેનેજમેન્ટ, રિ ક્રિએશનલ અને કલ્ચરલ તથા વિદ્યુત સમિતિમાં કોંગ્રેસના 6 સભ્યોને સભ્યપદ અપાયું હતું. 2 સભ્યોને 2 સમિતિમાં સભ્ય બનાવાયા છે.

કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જણાવ્યું હતું કે, અમારા 7 કોર્પોરેટર સાથે મળીને નિર્ણય કર્યો છે કે કોર્પોરેશનમાં જ્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ આપ્યું ન હોય અને જે સમિતિના વિપક્ષ તરીકે શહેરના હિતમાં નિર્ણય ન લઇ શકતા હોય તો આવી સમિતિમાં રહેવાનો કોઈ અર્થ નથી.હાલની કોરોના મહામારીમાં કોર્પોરેશન દ્વારા લોકોને બચાવવાની સમિતિ બનાવવી જોઈએ. હાલમાં લોકોની સેવા કરવાનો સમય છે. જ્યારે વિકાસની વાતો કરીને મિટિંગો રાખવી તે કેટલું યોગ્ય છે? માત્ર આંગળી ઊંચી કરવાની હોય એવી કોઈ સમિતિમાં કોંગ્રેસ રહેવા માગતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો