તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 8 Candidates In Congress Who Have Studied Below Standard 10: 1 Doctor, 1 Engineer, Youngest Candidate 29 Years Oldest Candidate 70 Years Old

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક લાયકાત:કોંગ્રેસમાં 8 ઉમેદવારો ધોરણ10થી ઓછું ભણેલા : 1 તબીબ,1 ઇજનેર, સૌથી નાની વયના ઉમેદવાર 29 વર્ષના સૌથી મોટી વયના ઉમેદવાર 70 વર્ષના

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસમાં 8 ઉમેદવારો ધોરણ 10 ની ઓછું ભણેલા છે જયારે ધોરણ 6 પાસ 2 ઉમેદવાર એક ડોકટર અને 6 એન્જીનીયરનો ટિકિટ આપવામાં આવી છે. સૌથી નાની વયના ઉમેદવાર 28 વર્ષ અને સૌથી મોટી વયના ઉમેદવાર 70 વર્ષ છે. ચૂંટણીમાં કોંગ્રેસના કુલ 28 ઉમેદવારો એવા છે કે જેમણે ધોરણ 12 કે તેના કરતા ઓછો અભ્યાસ કર્યો છે જયારે 8 ઉમેદવારોએ ગ્રેજયુએશન પૂરું કર્યું નથી. 19 ઉમેદવારો ગ્રેજયુએટ છે જયારે 14 ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી મેળવી છે. 6 ઉમેદવારો એન્જીનીયર છે એક ઉમેદવાર ડોકટર છે.

ધોરણ 6 પાસ બે ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે જેમાં વોર્ડ નંબર 6 માં ઓબીસી કેટેગરીમાંથી પાર્વતીબેન પ્રભુ સોલંકી અને વોર્ડ 9 માંથી બળવંતસિંહ પરમાર પણ ધોરણ 6 પાસ છે. વોર્ડ 1 ના ઉમેદવાર અમી રાવત એમઇ એન્વાયમેન્ટલ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ 2 ના ઉમેદવાર અતુલ પટેલે મેકનીકલ એન્જીનીયરની ડિગ્રી મેળવી છે.

વોર્ડ નંબર 4 ના ઉમેદવાર અજય ભરવાડે કોમ્પ્યુટર નેટવર્કિંગ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ 17 ના ઉમેદવાર રિધ્ધી ત્રિવેદી તબીબ છે જયારે વોર્ડ નંબર 10 ના ગૌતમ નાયક પીએચડી કરી રહ્યા છે. સૌથી નાની વયના ઉમેદવાર વોર્ડ 11 માંથી સોહાના સૈયદ છે જેમની ઉમંર 28 વર્ષ છે. જયારે સૌથી વધુ વયના વોર્ડ 16 ના ઉમેદવાર ચંદ્રાકાન્ત શ્રીવાસ્તવ છે જેમની ઉમંર 70 વર્ષ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો