તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વેક્સિનેશનનો વિરોધ કરતી 2 મહિલા સહિત 8 ઝડપાયાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે રસીકરણનો વિરોધ કરી રહેલી 2 મહિલા સહિત 8ની અટકાયત કરાઈ હતી. - Divya Bhaskar
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે રસીકરણનો વિરોધ કરી રહેલી 2 મહિલા સહિત 8ની અટકાયત કરાઈ હતી.
  • કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પાસે અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રૂપના સભ્યો સામે કાર્યવાહી

કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો બનીને વેક્સિનેશનનો વિરોધ કરતી 2 મહિલા સહિત 8ની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી. કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે કેટલાંક સ્ત્રી પુરુષો ભેગાં મળીને કોરોના વેક્સિન ન લેવા બાબતે ફેલાવો કરી રહ્યાં છે, તેવી જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી, જ્યાં 8 સ્ત્રી-પુરુષો માસ્ક પહેર્યા નગર વેક્સિન વિરુદ્ધની વાતચીત કરતાં જણાયાં હતાં. જેથી પોલીસે તપાસ કરતાં તમામ અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો માસ્ક પહેર્યા વગર તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કોવિડ વેક્સિનેશનનો વિરોધ કરતાં હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તમામની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

શહેરમાં કેટલાક દિવસોથી માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગેનો ભ્રામક પ્રચાર કરતી ટોળકી કાર્યરત થઇ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું અને પોલીસે રવિવારે આ ટોળકીને ઝડપી લીધી હતી. ઝડપાયેલા પૈકી નરેન્દ્ર પરમાર દહેજની ખાનગી કંપનીમાં સિનિયર ઓપરેટર છે,જ્યારે ચન્દ્રકાંત મિસ્ત્રી વોટર રીસરોસ્સ વિભાગમાંથી નિવૃત્ત થયા છે.

વિશાલ ફેરવાણી હાલોલની કંપનીમાં ડે.મેનેજર છે, કેવલ પીઠડિયા ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. જગવીન્દ્ર છાણીની કંપનીમાં નોકરી કરે છે તથા ઇરફાન પટેલ તેના ઘેર ભરતકામ કરે છે. બંને મહિલા અવની અને ભૂમિકા હાઉસ વાઇફ છે.

‘માસ્ક મુક્ત રહો, વેક્સિન વિરોધી બનો’ની પત્રિકા વહેંચી ​​​​​​​સૂત્રોએ જણાવ્યું કે, જાગૃત નાગરિકે જાન્યુઆરીમાં પોલીસ, કોર્પોરેશન અને કલેક્ટરને સોશિયલ મીડિયા પર જાણ કરી હતી કે, કમાટીબાગ પાસે સ્ત્રી-પુરુષ એન્ટી માસ્ક અને એન્ટી વેક્સીન વિષયના લિફલેટ વહેંચે છે. માસ્ક મુક્ત રહો, વેક્સિન વિ​​​​​​​રોધી બનો સ્લોગન સાથેની આ પત્રિકામાં માસ્કથી ઓક્સિજન ઘટે છે, ચેપનું જોખમ છે તથા વેક્સિનથી ખતરનાક તત્ત્વો મળે છે, તેનાથી પેરાલીસીસ કે નપુંસક કરી શકે છે તેવા મુદ્દા લખી ભરમાવતા હતા.

કયા આરોપી પકડાયા?
નરેન્દ્ર કાલીદાસ પરમાર, રહે. શ્રીજી ટાઉનશિપ, સોમા તળાવ
ચન્દ્રકાંત બાબુભાઇ મિસ્ત્રી, રહે.કશ્યપ કુટીર બંગલો, સમતા
વિશાલ વિજયકુમાર ફેરવાણી, રહે. ગોકુલ ટાઉનશિપ, ગોત્રી
કેવલ ચન્દ્રકાંત પીઠડિયા, રહે. પંચશીલ ટેનામેન્ટ, હરણી
જગવીન્દરસિંગ રાજેન્દ્રસિંઘ, રહે. ઘનશ્યામ પાર્ક, ગોરવા
ઇરફાન યુસુફ પટેલ, રહે. મધુરમ, તાંદલજા
અવની ઉત્કર્ષ ગજ્જર, રહે. ઉદયપાર્ક, ગોરવા
ભૂમિકા સંજય ગજ્જર, રહે.લક્ષ્મીદાસ નગર સોસાયટી, ગોત્રી

અન્ય સમાચારો પણ છે...