તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:મુંબઈથી RTPCR ટેસ્ટ વિના 781 મુસાફરો વડોદરા આવ્યા

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેમ્પલ લેવાની વ્યવસ્થા કરવા મ્યુ. કમિ.ને રજૂઆત

વડોદરા રેલવે સ્ટેશન પર મુંબઈથી આવતા મુસાફરો પૈકી 781 મુસાફરો બુધવારના રોજ આરટીપીસીઆર ટેસ્ટ વગર જ આવ્યા હતા. આ મુસાફરોને માત્ર નોંધ કરીને જવા દેવામાં આવ્યા છે, પરંતુ તેમનો કોરોના સંક્રમણ અંગેનો કોઈ ટેસ્ટ કરાવવામાં આવ્યો નથી.રેલવે અને કોર્પોરેશનના ગજગ્રાહ વચ્ચે 1 એપ્રિલના રોજથી સમગ્ર દેશમાંથી આવતા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર આ અંગે કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નથી.

મહારાષ્ટ્રથી આવતા મુસાફરોની જેમ અન્ય રાજ્યોથી આવતા મુસાફરોનાં નામ લખીને તેમને જવા દેવામાં આવે છે. વડોદરા રેલવે સ્ટેશન પર 1 એપ્રિલથી 142 ટ્રેનનો શિડ્યૂલ ગોઠવાયો છે, જે પૈકી અપડાઉનમાં 150 ટ્રેન રોજ આવ-જા કરે છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે સરેરાશ રોજ ૨૬ હજાર ઉપરાંત મુસાફરો આવે છે, જે પૈકી 40 ટકા મુસાફરો અન્ય રાજ્યના હોય છે. આ સંજોગોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા વગર જ આવતા મુસાફરોની કોઈ પણ પ્રકારની ચકાસણી ન થતાં વડોદરા શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.

રેલવે સત્તાધીશો મુજબ અમદાવાદમાં રેલવે સ્ટેશન ખાતે કોર્પોરેશન દ્વારા સેમ્પલ લેવાઈ રહ્યાં છે. જોકે વડોદરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઇ સુવિધા ઊભી કરાઈ નથી. વડોદરા ડિવિઝનના ડીઆરએમ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો