એલર્ટ:નર્મદા કાંઠાનાં ગામોમાં ફરી પૂરનું સંકટ મલ્હારરાવ ઘાટનાં 78 પગથિયાં ડૂબ્યાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેમમાંથી પાણી છોડાતાં ચાણોદ ખાતે નર્મદા નદીની સપાટી વધી હતી. - Divya Bhaskar
ડેમમાંથી પાણી છોડાતાં ચાણોદ ખાતે નર્મદા નદીની સપાટી વધી હતી.
  • ડેમમાંથી પ્રતિ સેકન્ડ 64.69 લાખ લિટર પાણી છોડાયું

એમપીના ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમમાંથી 2.30 લાખ ક્યૂસેક એટલે કે 64.69 લાખ લિટર પ્રતિ સેકન્ડ પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ડેમમાંથી ક્રમશ: 4 લાખ ક્યૂસેક પાણી છોડાશે. નર્મદામાં પાણી છોડાતાં વડોદરા જિલ્લા તંત્ર દ્વારા 13 ગામને સાવધ કરાયાં છે. 30 ઓગસ્ટ બાદ ફરી પાણી છોડાતાં કાંઠાના ગામોમાં પૂરનું સંકટ તોળાયું છે. શિનોર, ડભોઇ અને કરજણનાં 13 ગામોના લોકોને સાવચેતી રાખવા અને કાંઠાથી દૂર રહેવા અને માલ ઢોરને દૂર રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે. ચાંદોદના રહેવાસી સતીશ પુરોહિતે જણાવ્યું કે,23મીએ સાંજે 6 વાગ્યા સુધીમાં મલ્હારરાવ ઘાટનાં 108 પગથિયાંમાંથી 30 દેખાઈ રહ્યાં છે. એક સિઝનમાં બેવાર પૂરનું સંકટ પહેલી વખત હશે. ચાંદોદના લોકોએ દુકાન-ઘરનો સામાન ઉપલા માળે ચઢાવી દીધો છે. જ્યારે કરનાળીના સરપંચ વિનોદ બારિયાએ જણાવ્યું કે, પાણી છોડાતાં લોકોમાં ચિંતા છે, પરંતુ પાણી ગામમાં પ્રવેશ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...