• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 77 year old Voter From Vadodara Cast His Vote In A Wheelchair And Raised The Question: 'Why Not Make An Effort For A Job At MSU Like IIM Ahmedabad?'

સેનેટની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ:વડોદરાના 77 વર્ષના મતદારે વ્હીલચેર પર મતદાન કરી સવાલ ઉઠાવ્યો: 'નોકરી માટે MSUમાં IIM અમદાવાદ જેવા એફર્ટ કેમ નથી કરાતા?'

વડોદરાએક મહિનો પહેલા
સેનેટની ચૂંટણીમાં મતદાર બિપિનભાઇ જોશીએ મતદાન કર્યું હતું
  • MSUમાં સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજયુએટ ​​​​​​​કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે

આજે યોજાયેલી એમ.એસ. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ મતદારોમાં જાણે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિકેશન ખાતે આવેલા એક મતદાર તો 77 વર્ષના હતા. તેઓના મતે તેઓ ક્યારેય પણ આ ચૂંટણીમાં મતદાન કરવાનું ચુક્યા નથી. જો કે, તેમણે એમ.એસ. યુનિવર્સિટીની હાલની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતાં.

સેનેટની ચૂંટણીમાં મત જરૂર આપુ છું
વડોદરા શહેરના અકોટ વિસ્તારમાં રહેતા બિપિનભાઇ જોશીની ઉંમર 77 વર્ષ છે. પરંતુ આજે સેનેટની ચૂંટણીમાં ભલે તેઓ વ્હીલચેર પર આવ્યા હોય પણ તેમને ઉત્સાહ કોઇ કોલેજીયન યુવાનથી ઓછો ન હતો. બિપિનભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઇ.સ. 1973ના આસપાસના વર્ષથી એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં મતદાન કરું છું અને એકપણ વખત મત આપવાનું ચુક્યો નથી. Bsc., MSW, LLB અને લેબર લોની એમ ચાર ડિગ્રી હાંસલ કરી છે. હું ફેકલ્ટી FR પણ રહી ચુક્યો છું. તેમજ 9 હોસ્ટેલોનો એન્ટરટેઇમેન્ટ સેક્રેટરી પણ હતો. 25 વર્ષ સુધી મેં જીઇબીમાં નોકરી કરી છે પણ સેનેટની ચૂંટણીમાં મત જરૂર આપુ છું.

એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર)
એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર)

નોકરી માટે MSUમાં IIM અમદાવાદ જેવા એફર્ટ કેમ નથી કરાતા
યુનિવર્સિટીના રાજકારણ અંગે બિપિનભાઇએ જણાવ્યું હતું કે, રાજકારણ પહેલા પણ સરસ હતું અને હાલ પણ સારુ છું. પરંતુ જે સેનેટ મેમ્બરો છે તેમને હું સવાલ પુછું છું કે જેમ MBA માટે અમદાવાદમાં IIMનું નામ છે કે ત્યાં પરીક્ષા પાસ કરે અને નોકરી મળી જાય છે એ રીતનો એફર્ટ એમ.એસ. યુનિવર્સિટીની કોલેજો કરતી નથી. વડોદરાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની વેલ્યું અહીં કરતા અમેરિકામાં વધું છે. મારી સાથે ભણતી ઘણી વિદ્યાર્થિનીઓ અભ્યાસ બાદ લગ્ન કરીને વિદેશ જતી રહી. મારી દીકરી પણ વિદેશમાં છે અને તે મને ત્યાં સ્થાયી થવા કહે છે પણ હું ભારતમાં રહેવા માંગુ છું અને ભારતમાં જ રહીશ.

અન્ય સમાચારો પણ છે...