તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
77 ટકા લોકો રાત્રીના સમયે મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના કારણે ઉંઘના સમયમાં ફેરફાર થતાં ચીડિયાપણુ વધ્યુ છે. એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ તારણ નીકળ્યું છે.
4 વિદ્યાર્થીઓ કિંજલ પાનરા, રેશમા શાહ, વિશાળ હરિજન અને બંસરી બાંભણીયાએ પોતાના ગાઈડ અને અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારના 337 મોબાઈલ યુઝર્સને સર્વેમાં સામેલ કર્યા હતા.જેમાં 18 થી 23 વર્ષની વય જૂથના 77 ટકા યુવકો દિવસમાં 4 કલાક કે તેથીવધુ સમય મોબાઈલ પાછળ વિતાવે છે. જ્યારે સર્વેમાં સરેરાશ 77.77 ટકા લોકોએ કહ્યુ હતુ કે, અમે રાત્રીના 10 વાગ્યા બાદ પણ મોબાઈલનો ઉપયોગ થોડા કે વધારે સમય માટે કરતા હોઈએ છીએ. જેમાં51 ટકા લોકોને ઉંઘવા માટે 31 મિનિટનો સમય લાગી જાય છે. 11 ટકા લોકો 5 થી 6 કલાક અને 2.7 ટકા લોકો 5 કલાકથી ઓછી ઉંઘ લે છે.
સ્વાસ્થ્ય પર અસરો
10.4% મોબાઇલધારકોને ઊંઘની દવા લેવી પડે છે
મોબાઇલ ફોનના વધુ વપરાશના કારણે આડ અસર પણ જોવા મળી છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 10.4 ટકા વપરાશકર્તાઓએ મહિનામાં ત્રણ કે વધુ સમય ઉંઘની દવા લેવી પડતી હોવાનું બહાર આવ્યું હતું. 0.6 ટકા વપરાશકર્તાઓએ મહિનામાં એક કે બે વાર દવા લેવાનો વારો આવ્યો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.