ટ્રેનિંગ:પાલિકાના 76 અધિકારીઓને ડિઝાસ્ટર અંગે તાલીમ અપાઈ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એનડીઆરએફ ની મદદથી વડોદરા કોર્પોરેશન ના પૂર્વ અને પશ્ચિમ ઝોનના વોર્ડ ઓફિસર અને ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ મળી 76 કર્મચારીઓને ડિઝાસ્ટર અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે એનડીઆરએફના સેક્સ બટાલિયનના ઇન્સ્પેક્ટર કમલેશ દ્વારા પ્રેક્ટીકલ સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બુધવારે યોજાયેલ ટ્રેનિંગ સેશન અંગે જીએસડીએમએના અધિકારી ચિરસમિતા એ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત ફાયરબ્રિગેડ સિવાય અન્ય અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.

ખાસ કરીને અકસ્માત સમયે અન્ય આફત સમયે કે ફ્લડ આવવાના ટાઈમ પર અધિકારીઓને પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરી કઈ રીતે કરવી તેની ટ્રેનિંગ અપાતી નથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ આ અવેરનેસ પ્રોગ્રામ માં કોર્પોરેશનના અધિકારીઓને ટ્રેન કરાયા છે જેથી તેઓ જાતે નિર્ણય કરી બચાવ કામગીરીમાં જોડાઇ શકે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં અવારનવાર પૂર આવતું હોય છે ત્યારે સૌથી મોટો રોલ વોર્ડ ઓફિસર નો અને એન્જિનિયર કક્ષાના અધિકારીઓ નો હોય છે.

અન્ય સમાચારો પણ છે...