‘તમે ગયા માસનું વીજ બિલ ભરેલું નથી, જેથી તમારું વીજ જાેડાણ રાત્રે 9-30 વાગ્યા સુધીમાં કપાઈ જશે, તે માટે ઉપરી અધિકારીનો સંપર્ક કરવાનું કહી અને રૂા.13 ભરવાનું કહીને વાસણા રોડના તબીબના ખાતામાંથી રૂા.75 હજાર ઉપાડી લીધા હતા.
વાસણા રોડના પામ વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા 72 વર્ષીય તબીબ ડો.સુશીલકુમાર સુંદરલાલ વર્મા 5 ડિસેમ્બરે ઘેર હતા ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યાે હતો. જેમાં ઠગે કહ્યું કે, ગયા માસનું વીજ બિલ ભરેલું નથી એટલે રાત્રે 9-30 વાગે તમારું વીજ જેાડાણ કપાઈ જશે. તે માટે ઉપરી અધિકારી સાથે કરશો.
જેથી તેમણે ફોન કરનારે કહેલા નંબર પર કોલ કર્યો હતો ત્યારે મોબાઈલ ધારકે ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરી એટીએમ કાર્ડથી રૂા.13 ભરવાનું કહ્યું હતું. તબીબે એટીએમ કાર્ડથી રૂા.13 ભરતાં તેમના ખાતામાંથી રૂા.75 હજાર કપાઈ ગયા હતા.જેથી તબીબે ફોન કરનારને કહ્યું કે ‘આ 75 હજાર કેવી રીતે ઓછા થઇ ગયા? ત્યારે ગઠિયાએ કહ્યું હતું કે, આ રકમ નથી પણ નંબર છે.
આ પછી તબીબે વધુ દલીલ કરતાં ગઠિયાએ કહ્યું કે, રૂા.75 હજાર વીજ કંપનીમાં જમા થઇ ગયા છે, હવે તમારું બિલ ક્લીયર થશે પછી તમને મળશે. આ પછી તબીબે ફરી ફોન કરતાં ગઠિયાએ ફોન ઊંચક્યો ન હતો અન તમામ એપ ડિલીટ કરી દીધી હતી.તબીબના ખાતાંમાંથી રૂા.75 હજાર ઉપડી જતાં તેમણે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વીજ કંપની આવા ક્યારેય મેસેજ કરતી નથી
ઠગ ટોળકી પહેલાં વીજ ધારકને તમારું બીલ ભરાયું નથી તમારું બીલ અપડેટ થયું નથી, તમારું વીજ જોડાણ રાતના સમયે 9 વાગે અથવા રાત્રે 12 વાગે કપાઈ જશે, તેવા મેસેજ વીજ કંપની કયારેય મોકલતી નથી. વીજ ગ્રાહકને બીલ આપ્યા બાદ દશ દિવસમાં બીલ ભરવાનું હોય છે.આ દશ દિવસ બાદ વીજ ગ્રાહકને 15 દિવસમાં બીલ ભરવાની નોટીસ આપવામાં આવે છે. તે પછી વીજ જોડાણ કાપી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.