તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:MSU હોસ્ટેલમાં 750 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઇડ લાઇન પ્રમાણે 1 રૂમમાં 1 વિદ્યાર્થીને પ્રવેશ

ઓફલાઈન કલાસ શરુ થતાં મ.સ. યુનિવર્સિટીની હોસ્ટેલમાં હાલમાં 750 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં એક-એક હોલ આઇસોલેશન માટે રખાશે.કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે એક રૂમમાં એક વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો થાય છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં 1400 જેટલી રૂમો આવેલી છે. જેમાં અત્યાર સુધી 750 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

હોસ્ટેલમાં અત્યારે માત્ર ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષ, છેલ્લા વર્ષના અને પીજીના વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે હજુ ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરાઈ નથી. જે વિદ્યાર્થીઓ શહેર-જિલ્લા અને રાજ્ય બહાર રહે છે તે હોસ્ટેલમાં પરીક્ષા આપવા કે ઓફલાઇન શિક્ષણ માટે આવી રહ્યા છે. બોયઝ હોસ્ટેલમાં લાલ બહાદુર શાસ્ત્રી હોલ અને ગર્લ્સ હોસ્ટેલમાં હંસા મહેતા હોલને આઇસોલેશન માટે રિઝર્વ રખાશે. હોસ્ટેલમાં રહેતા કોઇ વિદ્યાર્થીને કોરોના થાય તો આઇસોલેશન હોલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...