હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં શુક્રવારથી યોજાવાનો છે. આ શો અંતર્ગત 5મી જાન્યુઆરી, ગુરુવારે સવારે વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન સવારે 7.30 કલાકે થવાનું છે. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ આ રેલીમાં જોડાશે.
આ ઉદ્યોગપતિઓમાં ગૌતમ સિંઘાનિયા( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે. દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજીત ટિટસની પણ કાર આ રેલીમાં હશે. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી.એમ.જાડેજાની સનબીમ રેપિયર, એન.કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાશે. આ ઉપરાંત 1938ની રોલ્સ રોઇસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2, આ હેરિટેજ કાર રેલીનું પ્રસ્થાન સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરાશે.
કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર કલેક્ટર મદનમોહને જણાવ્યું કે, ‘ આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરશે.’ ઉલ્લેખનીય છે કે, હેરીટેજ કાર રેલી લક્ષ્મીવિલાસ પેલેસથી નીકળીને માંજલપુર, મકરપુરા, તરસાલી, કપૂરાઇ ચોકડીથી કેવડિયા તરફ જશે. શુક્રવારના કાર શો દરમિયાન ઇ-વ્હીકલ્સના સ્ટોલ્સ પણ મૂકાશે. તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.