તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ પ્લાસ્ટિક સર્જરી ડે:સયાજી હોસ્પિટલમાં એક વર્ષમાં આગ- અકસ્માતમાં ડેમેજ અંગોને પ્રસ્થાપિત કરતી 730 પ્લાસ્ટિક સર્જરી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 વર્ષથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં મહિને સરેરાશ 70 સર્જરી થાય છે

વિશ્વમાં 15મીએ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી થાય છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કાર્યરત પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છેલ્લા એક વર્ષમાં 730 જેટલી નાની મોટી પ્લાસ્ટિક સર્જરી કરાઇ છે. SSGમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગ 24 કલાક અને 7 દિવસ કાર્યરત રહે છે. કોરોના કાળમાં પણ સયાજી હોસ્પિટલના આ વિભાગમાં ઇમરજન્સી પ્લાસ્ટિક સર્જરી સતત કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં આ વિભાગના વડા ડો.શૈલેષ સોનીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સર્જરી ખાનગી દવાખાનાઓમાં ખૂબ મોંઘી અને સંપન્ન વર્ગોને જ પોષાય તેવી હોય છે.

પરંતુ આ વિભાગ વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવે છે. વિભાગના તબીબોએ કોરોના કાળમાં નોન કોવિડ દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી કરી સારવાર આપી હતી.આગ થી દાઝવા, પ્રાણીઓ ના કરડવા કે વિવિધ પ્રકારના અકસ્માતોથી થયેલી અંગ ઈજાઓને સુધારીને દર્દીના શરીરને શક્ય તેટલો મૂળ દેખાવ ફરીથી પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી વિભાગમાં સરેરાશ માસિક 70 જેટલી પ્લાસ્ટિક સર્જરી થાય છે અને છેલ્લા વર્ષમાં 730 જેટલી નાની મોટી પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે.

ઓપીડીમાં સરેરાશ દૈનિક 70 થી 80 જેટલા દર્દીઓ નું પરીક્ષણ થાય છે. સયાજી હોસ્પિટલમાં માં મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા અન્ય રાજ્યોના 40 ટકા દર્દીઓ આવે છે. સયાજી હોસ્પિટલના ડોશૈલેષ સોનીએ ફાટેલા હોંઠ અને તાળવા સાથે જન્મેલા બાળકોની આ વિકૃતિઓના નિવારણ માટેના પ્રોજેક્ટ સ્માઈલ ટ્રેનની સફળતામાં યોગદાન આપ્યું છે.

ssgમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને મોટાપો પણ દૂર કરવામાં આવે છે
ડો. શૈલેષ સોનીએ જણાવ્યું કે આ વિભાગમાં પ્રશિક્ષિત અને તાલીમબદ્ધ થયેલા તબીબો આજે દેશના મોટા શહેરોમાં નામાંકીત પ્લાસ્ટિક સર્જન તરીકે કાર્યરત છે. સયાજી હોસ્પિટલના આ વિભાગમાં કોસ્મેટિક એટલે કે શારીરિક સૌંદર્યને ઓપ આપતી હેર ટ્રાન્સપ્લાન્ટ, ચરબીના નિવારણ દ્વારા મોટાપો ઘટાડતી લાઇપો સક્શન, બ્રેસ્ટ સર્જરી પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...