કોરોના વડોદરા LIVE:આજે ફરી કોરોના વિસ્ફોટ, નવા 130 કેસ, 5 દર્દી ઓક્સિજન પર, એક્ટિવ કેસનો આંક વધીને 781 થયો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ 5 દર્દી ઓક્સિજન પર છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 130 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,431 પર પહોંચી ગઇ છે. વધુ 95 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,893 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 47 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 781 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 43 દર્દી દાખલ છે. જે પૈકી 5 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 520 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં આદર્શનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દંતેશ્વર, ફતેપુરા, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, હરણી, જતેલપુર, માણેજા, કિશનવાડી, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, સમા, સવાદ, શીયાબાગ, સુભાનપુરા, તાંદલજા, તરસાલી, વારસીયા, યમુનામીલ, સિમાળીયા,ગણપતપુરા, આસોજ, દુમાડ, દેણા, બાકરોલ, જાસપુર, ડભોઈ, પોઇચા, પોર, સરાર, માવલી, વાઘોડિયા, માડોદર, ગોરજ, કોટણા અને પાદરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 19, પશ્ચિમ ઝોનમાં 30, ઉત્તર ઝોનમાં 19 અને દક્ષિણ ઝોનમાં 24 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...