દંડ:કાળાબજાર કરનારા 21 ગલ્લા સહિત 73 દંડાયા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં ગ્રાહકો પાસેથી વધુ કિંમત લઈને કાળાબજાર કરનારા 73 દુકાનદારો પાસેથી તંત્રે 75 હજારનો દંડ વસુલ્યો છે.જેમાં 21 ગલ્લાનો પણ સમાવેશ થાય છે. કાનૂની માપ તોલ વિજ્ઞાન તંત્રના વડોદરાના મદદનીશ નિયંત્રક અને ગ્રાહક સુરક્ષા અધિકારી રાજેન્દ્ર નિનામાએ જણાવ્યું કે, મે મહિનામાં પાન મસાલા-ગુટકા તેમજ તમાકુ ઉત્પાદનોના વધુ ભાવ વસુલી કાળા બજાર કરતા 21 પાનના ગલ્લા સામે કાર્યવાહી કરાઈ છે. વધુ ભાવ લઇને ગ્રાહકોના અધિકારોનું હનન કરવાના ગુનાના ભાગરૂપે બીજા 52 એકમો સામે કાયદેસરના પગલાં લેવાયા છે.કુલ ૭૩ એકમો પાસેથી 75 હજારનો દંડ લેવાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...