• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 72 year old Woman From Dabhoi In Vadodara Donated Organs After Being Branded, 4 People Got New Life Through Kidney, Liver And Eye Donation.

અંગદાન:વડોદરામાં ડભોઇના 72 વર્ષીય મહિલા બ્રેનડેડ થતાં અંગદાન કર્યું, કિડની, લીવર અને ચક્ષુદાનથી 4 લોકોને નવી જિંદગી મળી

વડોદરા4 દિવસ પહેલા
72 વર્ષના મહિલા રમીલાબેન સલોટને 5 દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો
  • બ્રેન સ્ટ્રોકના કારણે મહિલાના મગજના જ્ઞાન તંતુઓ પર અસર થઈ હતી

વડોદરા શહેરની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં બ્રેનડેડ જાહેર કરાયા બાદ ડભોઇના 72 વર્ષીય મહિલા રમીલાબેને પોતાના અંગ દાન થકી 4 વ્યક્તિઓને જીવન દાન આપ્યું છે.

5 દિવસ અગાઉ મહિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રહેતા 72 વર્ષના રમીલાબેન સલોટને 5 દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવતા તેમના પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યાં હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી. પણ બ્રેન સ્ટ્રોકના કારણે તેમના મગજના જ્ઞાન તંતુઓ પર ખૂબ જ અસર થઈ હતી અને આ માટે જટીલ બ્રેન સર્જરી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

બ્રેન સ્ટ્રોકના કારણે મહિલાના મગજના જ્ઞાન તંતુઓ પર અસર થઈ હતી
બ્રેન સ્ટ્રોકના કારણે મહિલાના મગજના જ્ઞાન તંતુઓ પર અસર થઈ હતી

રિકવરી થવાની શક્યતા નહિવત હતી
તબીબો દ્વારા આ અંગે તેમના પરિવારજનો જાણ કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ સ્વસ્થ થશે તેની શક્યતાઓ ઘણી ઓછી હોવાથી ભાઈલાલ અમીન હોસ્પિટલના તબીબોએ પરિવારજનો આ અંગે માહિતગાર કર્યાં હતા અને તેમને સર્જરી કરાવવી કે નહીં, તેનો નિર્ણય લેવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. જોકે, સર્જરી બાદ પણ રિકવરીમાં નહિવત કહી શકાય તેવી પરિસ્થિતિને કારણે સર્જરી નહીં કરવાનો પરિવારનોએ નિર્ણય લીધો હતો.

પરિવારને અંગદાનની માહિતી આપી
આ નિર્ણય બાદ રમીલાબેનના પુત્રએ હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

રમીલાબેને 4 લોકોને જીવનદાન આપ્યું હતું
રમીલાબેને 4 લોકોને જીવનદાન આપ્યું હતું

પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો
ત્યાર બાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું, જેમાં કિડની, લીવર અને ચક્ષુદાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ સુરતના દર્દીઓને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, તેવો નિર્ણય ઓર્ગન મેચના આધારે લીધો હતો. જ્યારે ચક્ષુઓ વડોદરાની કાશીબાઈ આઈ બેંકને સુપરત કરવાની સૂચના અપાઇ હતી.

લીવર અને ચક્ષુદાનથી 4 લોકોને નવી જિંદગી મળી
આજે ગુરુવારે સવારે રમીલાબેનના લિવર, કિડની અને ચક્ષુઓને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેથળ સુરતની કિરણ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેમના નેત્રો વડોદરાની કાશીબાઇ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં. આમ ડભોઇના સ્વ. રમીલાબેને 4 લોકોને જીવનદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...