ભાસ્કર એક્સક્લૂઝિવ:એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલ 70મા પદવીદાનના ગોલ્ડ મેડાલિસ્ટ 177 છાત્રોના મેડલ લોક એન્ડ કીમાં

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 8 મહિના પછી પણ વિદ્યાર્થીઓ મેડલથી વંચિત
  • ગોલ્ડ મેડલ એનાયત કરવા માટે યોજાતો સમારંભ હજુ સુધી નથી યોજાયો

એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવેલા 70મા પદવીદાન સમારંભમાં કોરોનાની ત્રીજી લહેરના પગલે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને 8 મહિના પછી પણ વિદ્યાર્થીઓ ગોલ્ડ મે૰ડલ આપવામાં આવ્યા નથી. 70મા પદવીદાન સમારંભમાં ગોલ્ડ મેડલ મેળવનારા 177 વિદ્યાર્થીઓના મેડલ હેડ ઓફીસમાં લોક એન્ડ કીમાં પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નવા વીસી આવ્યા પછી ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો સમારંભ યોજવામાં ના આવતા હજુ વિદ્યાર્થીઓ મેડલ મેળવી શકયા નથી.

277 ગોલ્ડ મેડલ ડિજીટલ માધ્યમથી આપવામાં આવ્યા હતા
​​​​​​​
એમ.એસ.યુનિવર્સિટીમાં 5 ફેબ્રુઆરી 2022 ના રોજ 70મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત વર્ચ્યુઅલી પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં 177 વિદ્યાર્થીઓને 277 ગોલ્ડ મેડલ ડિજીટલ માધ્યમથી આપવામાં આવ્યા હતા. કોરોના ઘટી ગયા પછી આ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવા માટે સમારંભ યોજવા માટે નક્કી કરાયું હતું. તાત્કલીન વીસી પરિમલ વ્યાસની ટર્મ પૂરી થઇ ગયા પછી નવા વીસીએ ચાર્જ સંભાળ્યો હતો અને આ મેડલ માટે સમારંભ યોજવાની તારીખો નક્કી કરી શકાય ના હતી.

ગોલ્ડ મેડલ એનાયત કરવામાં ના આવતા વિદ્યાર્થીઓમાં પણ નરાજગી
​​​​​​​​​​​​​​
છેલ્લા 7 મહિનાથી આ ગોલ્ડ મેડલ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે એકાઉન્ટ વિભાગમાં લોક એન્ડ કીમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ માટે રાહ જોઇ રહ્યા છે પણ સમારંભ યોજવાનું નક્કી કરી શકાયું ના હોવાથી આ મેડલ એનાયત કરી શકાયા નથી. 7 મહિના જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં ના આવતા વિદ્યાર્થીઓમાં પણ નરાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે સમારંભ યોજવાની જગ્યાએ હેડ ઓફીસ ખાતે બોલાવીને પણ મેડલ આપી શકાય તેમ છે છતાં પણ સમારંભ યોજવાના ચક્કરમાં સમય બગડી રહ્યો હોવાની લાગણી વિદ્યાર્થીમાં પ્રવર્તી રહી છે.

નેકની તૈયારીમાં વ્યસ્ત સત્તાધીશોને વિદ્યાર્થીઓને મેડલ આપવા માટેનો સમય હજુ સુધી નથી મળ્યો
ઓગષ્ટ મહિનામાં નેકની કમીટી આવવાની હતી. જેના પગલે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ માટે સમારંભ યોજી શકાયો ના હતો. સત્તાધીશો નેકની તૈયારીઓમાં વ્યસ્ત હતા જેના કારણે સમારંભ યોજી શકાય તેવી કોઇ શકયતાઓ ના હતી. નેકની કમીટીએ યુનિવર્સિટીને ગ્રેડ પણ આપી દીધો છે હવે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળે તેવી શકયતાઓ છે.

મેડલ પ્રાઇડ છે, પણ 7 મહિના પછી પણ મળ્યા નથી તેનું દુ:ખ
મને મેકેનિકલ બ્રાન્ચમાં 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. ફેબ્રુઆરીમાં કોન્વોકેશન પૂરું થઇ ગયું છે પણ હજુ મેડલ હજુ આપવામાં આવ્યા નથી. બે વાર ઇન્કવાયરી કરી તો કહે છે કે સમારંભ યોજીશું. જો તે સમારંભ યોજી ના શકતા હોય તો ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને હેડ ઓફીસ પર બોલાવીને મેડલ આપી દેવા જોઇએ. > જુઝર વ્હોરા, ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી,ટેકનોલોજી

ગત વર્ષે કોન્વોકેશન પછી મેડલ અપાયા
​​​​​​​ગત વર્ષે કોરોના મહામારીના પગલે ડીજીટલ કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવા માટે સર સયાજીનગર ગૃહ ખાતે ગોલ્ટ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો સમારંભ યોજવામાં આવ્યો હતો. કોરોનાના કેસો ઓછા થયા પછી આ સમારંભ યોજાયો હતો. જોકે આ વખતે કોરોનાના કેસો નહિવત છે અને કોઇ ગાઇડલાઇન પણ રહી નથી તેમ છતાં વિદ્યાર્થીઓ 8 મહિનાથી ગોલ્ડ મેડલ મેળવી શકયા નથી.

154 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓએ મેળવ્યા છે
70માં પદવીદાન સમારંભમાં 277 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 154 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થિનીઓને મળ્યા છે. જયારે વિદ્યાર્થીના ફાળે 119 મેડલ આવ્યા છે. સોશિયલ વર્ક, એજયુકેશન, જર્નાલીઝમ, હોમસાયન્સમાં તમામ 41 મેડલો વિદ્યાર્થિનીઓના ફાળે ગયા છે. કુલ 104 વિદ્યાર્થીનીઓ અને 73 વિદ્યાર્થીઓને 277 ગોલ્ડ મેડલ મળ્યા છે. એજયુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં તમામ 12 મેડલો ગર્લ્સમે મળ્યા છે. એક પણ બોયઝને એજયુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં મેડલ મેળવી શકયો નથી. તેવી જ રીતે સોશિયલ વર્ક ફેકલ્ટીમાં તમામ 10 ગોલ્ડ મેડલ ગર્લ્સને મળ્યા છે. જર્નાલિઝમ ફેકલ્ટીમાં પણ તમામ 3 મેડલો ગર્લ્સને મળ્યા છે. હોમ સાયન્સમાં 16 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...