દીપડાના હુમલામાં મહિલાનું મોત:છોટાઉદેપુરની ડોલરીયા રેન્જમાં દીપડાએ હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત, દીપડાને રેસ્ક્યૂ કરવા માટે પાંજરું મૂકાયું

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીપડાએ હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધ મહિલા કુચિબેન ધાણકનું મોત થયું - Divya Bhaskar
દીપડાએ હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધ મહિલા કુચિબેન ધાણકનું મોત થયું
  • બકરા ચરાવવા ગયેલી મહિલા મોડી રાત થવા છતાં ઘરે પરત આવી નહોતી
  • સ્થાનિકોએ શોધખોળ કરતા જંગલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

છોટાઉદેપુર વિભાગના ડોલરીયા વન વિભાગના લગામી ગામમાં દીપડાએ હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધ મહિલા કુચિબેન ધાણકનું મોત થયું હતું. બકરા ચરાવવા ગયેલી મહિલા મોડી રાત થવા છતાં ઘરે પરત આવી નહોતી. જેથી પરિવારે તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની લાશ જંગલમાં શરીરે માથુ, પેટ અને ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. વન વિભાગે માનવભક્ષી દિપડાનું રેસ્ક્યૂ કરવા પાંજરું મૂક્યૂ છે.

દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત
છોટાઉદેપુર વન વિભાગના ડોલરીયા રેન્જની ડોલરીયા રાઉન્ડની લગામી બીટના લગામી ગામના રહેવાસી કુચીબેન રૂમલાભાઇ ધાણક બુધવારે રાત્રે લગામી મોર ડુંગર જંગલમાં બકરા ચરાવવા ગયા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ
કરી હતી. આ દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

વન વિભાગે માનવભક્ષી દિપડાનું રેસ્ક્યૂ કરવા પાંજરું મૂક્યુ છે
વન વિભાગે માનવભક્ષી દિપડાનું રેસ્ક્યૂ કરવા પાંજરું મૂક્યુ છે

દીપડાને રેસ્ક્યૂ કરવા માટે પાંજરું મૂકાયું
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝોઝ સી.એસ.સી. ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.અને જે જગ્યા પર દીપડાએ હુમલો કર્યો ત્યાં રેસ્ક્યૂ કરવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. તથા મૃતક કુચીબેન રૂમલાભાઈ ધાણકના વારસદાર સેંગલાભાઈ રૂમલાભાઈ ધાણક સહાયની રકમ ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોએ શોધખોળ કરતા જંગલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
સ્થાનિકોએ શોધખોળ કરતા જંગલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...