ઓફલાઇન કસોટી:70 હજાર વિદ્યાર્થીએ 20 મહિના બાદ સ્કૂલમાં જઇને પરીક્ષા આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 200 નોન ગ્રાન્ટેડ સ્કૂલે પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કર્યાં
  • ​​​​​​​300 ગ્રાન્ટેડ સ્કૂલમાં બોર્ડે પેપર મોકલ્યાં

સ્કૂલોમાં એકમ કસોટીનો પ્રારંભ થયો 20 મહિના બાદ ઓફલાઇન પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. 300 ગ્રાન્ટેડ-200 નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં 70 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે સ્કૂલો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. એક વર્ગ ખંડમાં મર્યાદિત વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવ્યા હતા. અગાઉ ગત વર્ષે જાન્યુઅારીમાં સ્કૂલમાં જઇ પરીક્ષા અાપી હતી.

પ્રથમ કસોટીની શરૂઆત સોમવાર 18 ઓક્ટોબરથી થઇ હતી. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડે તૈયાર કરેલાં પ્રશ્નપત્રો આપવા માટેનો નિર્ણય પહેલા લેવામાં આવ્યો હતો. જોકે પછી ઘણી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને અલગ-અલગ અભ્યાસ કરાવવામાં આવ્યો હોવાથી પોતાની રીતે પરીક્ષા લઇ શકે તેવી વ્યવસ્થા કરવાની માગણી કરી હતી, જે બોર્ડે માન્ય રાખી હતી. જે સ્કૂલોને બોર્ડનાં પેપરો જોઇતા હોય તે લઇ શકે અને જે સ્કૂલોએ જાતે પ્રશ્નપત્રો તૈયાર કરવા હોય તે જાતે કરી શકે તેવી છૂટ આપવામાં આવી હતી.

વડોદરા શહેર-જિલ્લાની મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા બોર્ડનાં પ્રશ્નપત્રો સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. જયારે નોન-ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાની રીતે પેપરો કાઢયા હતા. શહેર-જિલ્લાની 300 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ બોર્ડે મોકલેલા પેપરથી પરીક્ષા આપી હતી જયારે 200 નોન-ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાની રીતે કાઢેલા પેપરો વિદ્યાર્થીઓને આપ્યા હતા. શહેર-જિલ્લામાં શરૂ થયેલી ધોરણ 9 થી 12 ની પરીક્ષામાં 70 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ ઓફલાઇન મોડથી પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...